દેવ હાથ ન લાગ્યો હોતતો અન્ય કોઈપણ બાળકનું અહરણ કરવું હતું : સૂત્રધારની પોલીસ સમક્ષ કબૂલાત

- text


દેવ અપહરણ કેસમાં છઠો આરોપી ઝડપાયો 

મોરબી : મોરબી પોલીસે દેવ અપહરણ કાંડમાં મુખ્ય સૂત્રધાર વિજય પટેલ સહિત પાચને ઝડપી લીધા બાદ વધુ એક મદદગાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે, ઉલ્લેખનીય છે કે સૂત્રધાર વિજયે પોલીસને ચોકવનારી કબૂલાત આપી જો દેવ હાથ ન લાગ્યો હોત તો અન્ય કોઈ બાળકને ઉઠાવી જવા કારસો ઘડ્યો હતો.

મોરબીના રવાપર રોડ પર રહેતા સીરામીક ઉદ્યોગપતિના પુત્ર દેવ અપહરણ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર વિજય પટેલને દિલ્હીથી ઝડપી લીધા બાદ તબિયત નાદુરસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જો કે ડોક્ટરે રજા આપતા એ ડિવિઝન પોલિસે આરોપીનો વિધિવત કબજો સાંભળી લીધો હતો.

દરમિયાન તપાસનીશ અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે આ અપહરણ કેસમાં વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે,અપહરણ કેસમાં છઠ્ઠા આરોપી જયેશ રામજીભાઈ બુડાસણા ઉ.૨૯ રહે. મૂળ રાસીંગપર તાલુકો માળીયાએ અપહરણકારોને મદદ કરી હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે

- text

ઉલ્લેખનીય છે કે અપહરણ કેસના સૂત્રધાર વિજય પટેલને ક્રિકેટનો સટ્ટો રમવાની આદતને કારણે દેવું થઈ જતા અપહરણનો પ્લાન ઘડ્યો હતો અને સિક્યુરિટી એજન્સીના કારણે દેવના કાકા સાગરભાઈની ફેકટરીમાં કોન્ટ્રાકટ મેળવવા પરિચય કેળવી પાર્ટી માલદાર હોવાનું જણાતા બાળકનું અપહરણ કરવા કારસો ઘડી ૧૫ દિવસ સુધી મોર્નિંગ વોકમાં નીકળી રેકી ઓન કરી હતી.

સૌથી આશ્ચર્યની વાતતો એ છે કે મુખ્ય ભેજાબાજ આરોપી વિજયે પોલીસને જણાવ્યું હતું કે જો દેવનું અપહરણ ન થયું હોત તો એ જ શેરીના અન્ય કોઈપણ બાળકનું અપહરણ કરી જવા પ્લાન બનાવ્યો હતો.

 

- text