મોરબીમાં જિલ્લાકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં આખા જિલ્લામાંથી ફક્ત ૬૪ સ્પર્ધકો !!

- text


આગામી ૪ જાન્યુઆરીથી પ્રદેશકક્ષાએ સ્પર્ધાઓ શરૂ થનાર છે ત્યારે મોરબીમાં જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ

મોરબી : જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબીની ઘોર લાપરવાહીને કારણે મોરબીના બાળકોની પ્રતિભા ગૂંગળાઈ ગઈ છે ! મોડે મોડેથી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન અને તેમાં પણ શોર્ટ પિરિયડને કારણે સમગ્ર મોરબીમાંથી બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ફકત ને ફક્ત ૬૪ બાળકો જ ભાગ લઈ શક્યા હતા અને આ સ્પર્ધા ફ્લોપ રહી હતી.

મોરબી જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા જે સ્પર્ધા ઓક્ટોબર માસમાં યોજાવી જોઈએ તે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા છેક જાન્યુઆરી માસની શરૂઆતમાં યોજવામાં આવી અને તેમાં પણ બાળકોને પૂર્વ તૈયારીનો ટાઈમ આપ્યા વગર ૨૯ મીએ સ્પર્ધા યોજવા નક્કી કરી ૧ જાન્યુઆરીએ આ સ્પર્ધા યોજી નંખાઈ પરિણામે સ્કૂલો ને કે બાળકોને તૈયારીનો કોઈ અવસર જ ન રહેતા આખા મોરબી જિલ્લામાંથી ફક્ત ૬૪ સ્પર્ધકો જ ભાગ લઈ શક્ય અને મોટા ભાગની સ્પર્ધામાં સિંગલ એન્ટરીને કારણે હરીફાઈ વગર જ બાળકો વિજેતા જાહેર થઈ ગયા.

- text

ન્યુ એરા સ્કૂલ ખાતે યોજાયેલ આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વકતૃત્વમાં અ વિભાગમાં ત્રિવેદી તીર્થ રાવીન્દ્રભાઈ, બ વિભાગમાં ત્રિવેદી વિસ્મય રાવીન્દ્રભાઈ, નિબંધમાં અ વિભાગમાં ચાવડા ક્રિષ્ના ધીરજલાલ, બ વિભાગમાં બાંભણીયા સહિસ્તા રફીકભાઈ, ચિત્રકલા અ માં અગોલા ટ્વીનકલ નવીનભાઈ, બ માં શેરસિયા એસા કિશોરભાઈ, લગ્નગીત અ માં મેંદપરા હેતવી અલકેશભાઈ, બ મા ફેફર ધ્રુવી પ્રવીણભાઈ, સહિતના બાળકો જુદી- જુદી સ્પર્ધામાં વિજેતા થયા હતા.

ઉલ્લેખનીય છે કે રમત ગમત વિભાગ કચેરી મોરબી દ્વારા પોતાની ભૂલ છુપાવવા ઉતાવળે યોજેલ આ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં રાતો રાત શાળાઓને પરિપત્ર પાઠવવામાં આવ્યા હતા અને ૧ જાન્યુઆરીના રોજબયોજનાર સ્પર્ધા મયર ૨૯ ડિસેમ્બરે શાળાઓને જાણ કરતા શાળા સંચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને અનેક આશાસ્પદ બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શક્યા નથી.

- text