મોરબીમાં ૭ જાન્યુઆરીએ સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોનો વિનામૂલ્યે નિદાન કેમ્પ

- text


લાયન્સ અને લાયોનેસ કલબ મોરબી દ્વારા ઓમ શાંતિ સ્કૂલના સહયોગથી આયોજન

મોરબી : ઇન્ડિયન લાયન્સ કલબ તથા લાયોનેસ ક્લબ મોરબી અને ઓમ શાન્તિ વિદ્યાલયના ટી.ડી.પટેલના આર્થિક સહયોગથી આગામી ૭ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી બપોરે ૪ વાગ્યા સુધી સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો દ્વારા ઓમશાંતિ વિદ્યાલય, સરદાર બાગ સામે, શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે દર્દીઓનું નિદાન કરશે.

મોરબી ખાતે યોજાનાર આ કેમ્પમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો સેવા આપશે જેમાં હાડકા-મણકાના સર્જન ડો.હેમલ પટેલ અને સુકાલીન મેરજા એડલ્ટ અને પીડીયાટ્રીક ડો.સત્યમ પટેલ, આંખના નિષ્ણાંત ડો. કૃપાબેન પટેલ, દાંતના નિષ્ણાંત ડો. દિપકભાઈ ગામી વગેરે દ્વારા દર્દીઓને તપાસમાં આવશે.

- text

આ કેમ્પમાં સારવાર માટે અગાઉથી નામ નોંધવવા ફરજિયાત છે માટે કલબના પ્રમુખ હર્ષદભાઈ ગામી મો.૯૮૯૮૮૬૫૮૫,  જયંતીભાઈ જે.ગામી મો.૯૪૨૯૨૪૩૯૭૪ તથા ભાવેશભાઈ દોશી મો.૯૯૨૫૨૦૦૦૨૬ પર સંપર્ક કરવો.

આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લેવા માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ અને લાયોનેસ કલબ મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text