મોરબી – રાજકોટ હાઇવે સહિતના કામો પુરજોશમાં : માજી ધારાસભ્ય અમૃતિયા

- text


અગાઉ મારા પ્રયત્નોથી થયેલા કામો બાબતે કોઈએ લીંબડ જશ ન ખાટવો : કાંતિભાઈ અમૃતિયા
રાજકોટ મોરબી ફોરલેન, ટંકારા ઓવરબ્રિઝ, નવલખી ફાટકે ઓવરબ્રિઝ સહિતના કામો ગતિમાન હોવાનું જણાવી તત્કાલીન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ કામો બાબતે રજુઆત કરી કોઈએ લીંબડજશ ખાટવો નહિ તે મતલબનું નિવેદન પ્રેસનોતરૂપે આપ્યું છે.

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના જણાવ્યા મુજબ તા. ૧૫.૦૮.૨૦૧૬ ના રોજ મોરબી મુકામે યોજાયેલ રાજયકક્ષાના ધ્વજવંદન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબી રાજકોટ રોડ ફોર લેન બનાવવાની જાહેરાત કરી હતી. જેનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદહસ્તે કરવામાં આવેલ.

આ રોડનું એસ્ટીમેટ ૩૮૪ કરોડનું છે એન્જીનીયરીંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન મોડ યોજનામાં મંજુર થયેલ આ રોડના કોન્ટ્રાક્ટર MKCIL-SCIW JV છે. અને આ કામ ૧૮ માસ એટલે કે જૂન-૨૦૧૯ માં સંપન્ન કરવાનું આયોજન છે

- text

આ કામમાં મચ્છુ ડેમ-૩ નજીક મચ્છુ નદી પર હયાત બ્રિજ ઉપરાંત નવા બે બ્રિજ બનાવવામાં આવશે, નવલખી રોડ પર ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવશે તથા ભક્તિનગર સર્કલ પર ઓવરબ્રિજ બનશે.

ટંકારા તથા મિતાણા ગામ પાસે પણ ઓવરબ્રિજ બનશે. તમામ નાલા પહોળા થઈ ફોરલેનને અનુરૂપ બનશે.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામ મંજુર કરાવવા તત્કાલીન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને અંગત રસ લઈ આ કામ ત્વરિત શરૂ થાય તે માટે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પુરે પૂરો સહકાર આપ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.

નવલખી રોડ ફાટક પાસે ટ્રાફિક જામ બાબતે કાયમી ઉકેલ થઈ ગયેલ છે સવાલ થોડા સમયનો જ છે. આ તમામ વિગતો એટલા માટે આપવામાં આવે છે કે મંજુર થઈ ચાલુ થઈ ગયેલા આ કામની રજુઆત કરી કોઈએ (!) લીંબડજશ ખાટવો નહીં.

- text