મોરબીની ભારતી વિદ્યાલયમાં અંતાક્ષરી મહોત્સવ ઉજવાયો

- text


વીતેલા ૨૦૧૭ ના વર્ષને અંતાક્ષરી દ્વારા યાદગાર બનાવાયો

મોરબી : મોરબીન ભારતી વિદ્યાલયમાં અંતાક્ષરી મહોત્સવ-૨૦૧૭ ઉજવવામાં આવ્યો હતો,
વર્ષ ૨૦૧૭ ના અંતમાં ભારતી વિદ્યાલયમાં અંતાક્ષરીનો કાર્યક્રમ યોજી વર્ષને યાદગાર બનાવવામાં આવ્યું હતું.

ભારતી વિદ્યાલયમાં યોજાયેલઆ મહોત્સવમાં શાળામાંથી ૨૮ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પસંદ કરવામાં આવ્યા હતા.આ વિદ્યાર્થીઓને ચાર ગ્રુપમાં અલગ-અલગ કરવામાં આવ્યા હતા.દરેક ગ્રુપમાં ધોરણ ૫ થી ૧૨ ના ચાર-ચાર વિધાર્થી રાખવામાં આવ્યા હતા.

- text

દરેક ગ્રુપમાં દરેક ધોરણના એક-એક વિદ્યાર્થીને રાખવામાં આવ્યા હતા.દરેક ટીમ એકબીજાને હરીફાઈ માટે સક્ષમ સાબિત થયા હતા.કાર્યક્રમમાં દરેક ટુકડી વચ્ચે ગીતોની રેલમછેલ થઈ હતી.કાર્યક્રમમાં અલગ-અલગ ૧૫ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.

અંતમાં વિજેતા ટીમ તરીકે “ટીમ ઓફ નિશા” પુરવાર થયા હતા.આ ટીમમાં જાડેજા નિશાબા, ચાવડા સેજલ, ગડેશીયા જીજ્ઞાશા, અજાણા નયના, વિંધાણી હર્ષ, ટાંક મિત અને દવે પ્રાંજલનો સમાવેશ થયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ખુબ જ મહેનત કરી હતી.

શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી તેમજ વિજેતા ટીમને ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા અને શાળાના આમંત્રણને માન આપીને આવેલા તમામ વાલીગણનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.

- text