મોરબી જિલ્લા ક્રાઇમ (31-12-17)

- text


વાંકાનેર નજીક અકસ્માત

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે ઇકો ચાલકે માસુમ બાળકને હડફેટે લઈ ઇજા અકસ્માત સર્જી મોત નિપજાવતા બાળકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પૂર્વે ધર્મરાજસિંહ બળવંતસિંહ ઝાલા, ઉ.૧૩ સવારના સમયે સ્કુલે જઇ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી ઇકો કાર નં જીજે ૩ એફકે ૮૫૯૪ વાળાએ ધર્મરાજસિંહને પાછળથી હડફેટે લઇ ગંભીર ઈજા પહોચાડી હતી અને ધર્મરાજસિહનું ધટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે ધર્મરાજસિંહના પિતા તેજપાલસિંહએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે.વાંકાનેર તાલુકા પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર માં રસ્તે ચાલવા પ્રશ્ને ચોકીદારને માર માર્યો
વાંકાનેર : વાંકાનેરમાં નવા બનાવાયેલ રોડ ઉપર ભારે વાહન ચલાવવાની ના પાડનાર ચોકીદારને ટ્રક ચાલકે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જામસર-નાગલપર વચ્ચે રોડ બનાવેલ હોવાથી ભારે વાહન ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવેલ હોવા છતાં જામસર ગામની સીમમાં આવેલ રિલાયન્સની ખાણમાં કામ કરતા મસરીભાઈ તથા તેનો ડ્રાઈવર સહિતના અન્ય ૩ લોકોએ નવા બનાવેલ રોડ પરથી ટ્રક ચલાવતા અહીં ફરજ બજાવતા ચોકીદાર પરબત જીલ્લાભાઈ દંતેસરિયાએ ભારે વાહન ચાલવાની મનાઈ છે તેમ કહેતા મસરીભાઈ સહિતના અન્ય ૪ લોકોએ ઉશ્કેરાઇ જઈને પરબતભાઈને ઢીકાપાટુંનો મારમારી અને લાકડાના ધોકા વડે મારમારીને ગાળો આપી હતી.
આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચોકીદાર પરબતભાઈએ ફરિયાદ નોધાવતા વાંકાનેર તાલુકા પોલીસે પરબતભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

મોરબીના ખાનપર ગામેથી સગીરાનું અપહરણ : ઇન્ચાર્જ સીપીઆઈને તપાસ સોંપાઈ
મોરબી : મોરબીના ખાનપર ગામેથી અનુસૂચિત જાતિની ૧૬ વર્ષ ૭ માસની ઉમર ધરાવતી સગીરાનું આજ ગામનો શખ્સ બદકામ કરવાને ઇરાદે અપહરણ કરી ભાગી જતા સગીરાના પિતાની ફરિયાદના આધારે ઇન્ચાર્જ સીપીઆઈને તપાસ સોંપાઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતી સગીરાનું અપહરણ થતા સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની ૧૬ વર્ષ ૭ માસની સગીર પુત્રીને આરોપી મહેશ રમેશ પરમાર રહે. ખાનપર મોરબી વાળો રાત્રીના બારથી અઢી વાગ્યાના સુમારે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયાનું જણાવ્યું છે. આ ગંભીર મામલે મોરબી ઇન્ચાર્જ સીપીઆઈ સાટી સાહેબે સગીરાના અપહરણ અંગે તપાસ શરૂ કરી છે.

- text