માળીયાના માણાબા ગામની સીમમાં ચાર જુગારી ઝડપાયા

- text


માળીયા પોલીસે દરોડો પાડી ૧૩૨૧૦ ની રોકડ સાથે ચાર શખ્સોની કરી ધરપકડ

મોરબી : માળીયા પોલીસે દારૂ જુગારની બદી નાબૂદ કરવા શરૂ કરેલ સઘન પેટ્રોલિંગ દરમિયાન આજર માળીયા તાલુકાના માણાબા ગામની સીમમાંથી બતમુને આધારે જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી લઈ ૧૩૨૧૦ ની રોકડ જપ્ત કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા સહિતનો સ્ટાફ આજે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ઘેલાભાઈને મળેલ ચોક્કસ બાતમીને આધારે માણાબાની સીમમાં સરકારી ખરાબામાં જુગાર રમી રહેલા રતિલાલ મકનભાઈ ભાડજા, ઘનશ્યામભાઈ અરજણભાઈ વિડજા, નારણભાઇ લાલજીભાઈ દસાડીયા, રે. ત્રણેય સુલતાનપુર તા. માળીયા, અને અકબરભાઈ હારુનભાઈ પારેડી, રે ચીખલી, તા.માળીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા.

- text

પોલીસે ઘટના સ્થળેથી ગંજીપાના અને રૂપિયા ૧૩૨૧૦ રોકડ રકમ જપ્ત કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

પોલીસની આ સફળ કામગીરી પીએસઆઇ જે.ડી.ઝાલા, પો.કો.ભરતભાઇ ઘેલાભાઈ, જયદેવસિંહ વનરાજસિંહ, રમેશભાઈ ઈશ્વરભાઈ, મહિપતસિંહ હરિસિંહ તથા રમેશભાઈ મહાદેવભાઈએ કરી હતી.

- text