મોરબી પાલિકા ઉપપ્રમુખને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી : પોલીસ ફરિયાદ

- text


ચૂંટણીની જૂની અદાવતને પગલે સરાજાહેર ધમકી આપતા સનસનાટી

મોરબી : મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાને ચૂંટણી જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ સરાજાહેર છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સનસનાટી મચી જવા પામી છે, આ ચોકવનારી ઘટનામાં ભોગ બનનાર ભરતભાઇ જારીયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન થયા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા ગત રાત્રીના સમયે સદભાવના હોસ્પિટલ નજીક હતા ત્યારે સામત કાળું ગોગરા અને ભરત કાળું ગોગરા રહે. બંને બોરીચાવાસ વાળાએ જુના મનદુઃખનો ખાર રાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભરતભાઇ જારીયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં ફરિયાદમાં જણાવાયા મુજબ મોરબી નગર પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઇ હોસ્પિટલ નજીક ઉભા હતા ત્યારે બંને શખ્શો આવીને તેમને ગાળો આપવા લાગ્યા હતા ને બાદમાં છરી બતાવી બન્ને એ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પાલિકાના ઉપપ્રમુખે ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ પીએસઆઇ શ્રી ઝાલા ચલાવી રહ્યા છે.

- text