મોરબીમાં કોલેજ ના વિદ્યાર્થીઓ એ ૩૧ ડીસેમ્બર ની કરી અનોખી ઉજવણી

- text


પોકેટ મની માંથી સરકારી શાળા ના બાળકો ને શૈક્ષણીક કીટ આપી કરી ઉજવણી

મોરબી ની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ ના વિદ્યાર્થીઓ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ૩૧ ડીસેમ્બર ની અનોખી રીતે ઉજવણી કરવા મા આવી છે. કોલેજ ના વિદ્યાર્થીઓ એ આજ રોજ પોતાની પોકેટ મની માંથી ફાળો એકત્રીત કરી પંચાસર ગામે આવેલ પ્રાથમિક શાળા ના બાળકો ને શૈક્ષણીક કીટ અર્પણ કરી સમાજ સેવા નુ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.. આજ નુ યુવા ધન વૈભવી પાર્ટી મા નાણા વેડફે છે ત્યારે આ કોલેજ ના વિદ્યાર્થી ઓ એ સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા પોતાની કળા પ્રદર્શિત કરી હતી તેઓ ને કોલેજ સ્ટાફ દ્વારા રોકડ પુરષ્કાર અર્પણ કરવા મા આવ્યા હતા..
આ તકે પંચાસર ગામ ના સરપંચ શ્રી રાજમહેન્દ્ર સિંહ ઝાલા, શાળા સંચાલન સમિતી ના અધ્યક્ષ દીલીપ સિંહ ઝાલા, આચાર્ય દીનેશ ભાઈ હુંબલ, પ્રહલાદ સિંહ જાડેજા, ચિરાગ ભાઈ ગામી, તેજલ બેન ગોગરા, નિલમ બેન ચૌહાણ, કોલેજ ના આચાર્ય શ્રી ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા, નિર્મિત ભાઈ કક્કડ, મિતલ બેન મેનપરા, અનિતા બેન દોશી સહીત ના ઉપસ્થિત રહ્યા હતા..

- text

વિદ્યાર્થીઓ ના આ પ્રેરણાદાયી કાર્ય બદલ કોલેજ ના ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલ, ભવ્યદીપ સિંહ જેઠવા સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.

- text