મોરબી અને સુમરા સમાજ નુ ગૌરવ

- text


મોરબી : મોરબીની વિદ્યાર્થીની ટેનિસ અને વોલીબોલની રમતમાં પ્રાદેશિક કક્ષાએ નામના મેળવ્યા બાદ તાજેતરમાં રાષ્ટ્રીયકક્ષાએ સ્થાન પ્રાપ્ત કરી મોરબી અને સુમરા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા જિ, મોરબી મા ધોરણ-૬ મા અભ્યાસ કરતી મહેક મુસ્તાક સુમરા , ( જે મુસ્તાક સુમરા ની પુત્રી છે કે જેઓ મોરબી જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે સારૂ એવી નામના ધરાવે છે) શાળાકીય રમત ટેનિસ વોલીબોલ અંડર-૧૭ બહેનોની રમતમા મોરબી જિલ્લા કક્ષાએ પસંદગી પામી અમદાવાદ રમવા ગયેલ, જ્યા પણ તેમણે પોતાની રમતનુ સારૂ એવુ પ્રદર્શન કરી ગુજરાતની ટીમમા પસંદગી પામ્યા હતા.

- text

ત્યારબાદ ૧૦ દિવસના કોચિંગ કેમ્પમા ભાવનગર ગયેલ અને ત્યાંથી નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ રમવા તેલંગણા રાજ્યના હૈદરાબાદ શહેર રમવા ગયેલ, જ્યા પણ તેમણે તેમજ તેની ટીમે પોતાની ક્ષમતા મુજબ રમતનુ પ્રદર્શન કરી આખા ભારતમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરી મોરબી સહિત પુરા ગુજરાતનુ નામ રોશન કરેલ છે, સાથે સાથે સુમરા પરીવારનુ નામ પણ રોશન કરેલ છે.

- text