મોરબી વન વિભાગ દ્વારા માળીયાના હરિપર ખાતે શિબિર યોજાઈ

- text


વૃક્ષો વાવવા અને જતન માટે દેવસોલ્ટ ખાતે માર્ગદર્શક શિબિરનો ૨૦૦ થી ૨૫૦ લોકોએ લાભ લીધો

મોરબી : વન વિભાગ મોરબી દ્વારા વૃક્ષ વાવવા અને ઉછેરવા અંગે જનજાગૃતિ લાવવા માળીયા તાલુકાના હરિપર ગામે દેવસોલ્ટ કંપનીમાં શિબિરનું આયોજન કરાયું હતું જેમા ૨૦૦ થી ૨૫૦ લોકોએ લાભ લીધો હતો.

પર્યાવરણ પ્રત્યે લોકોમા જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી વેન વિભાગ મોરબી દ્વારા માળીયાના હરિપર ગામે આવેલ દેવ સોલ્ટ પ્રા.લી કંપની ખાતે એક જનજાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું જેમા દરિયાકાંઠે વસવાટ કરતા માછીમાર ભાઈઓ તેમજ મીઠાના અગરમાં કામ કરતા શ્રમિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

- text

આ પ્રસંગે મોરબી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ જાડેજાએ માનવીના જીવનમાં વૃક્ષનું મહત્વ અને પર્યાવરણ જાગૃતિ અંગે ગહન ચિતાર આપ્યો હતો આ તકે દેવ સોલ્ટના જનરલ મેનેજર એ.કે.કોટેચા, વિવેક ધૃણા અને કલ્પેશ ગોંડલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોરબી વન વિભાગના એમ.જી.દેત્રોજા, નિરુભા જાડેજા, બી.બી.વાળા સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

પર્યાવરણ જાગૃતિ અંગેની આ માર્ગદર્શક શિબિરમાં મોરબી વેન વિભાગના ડીએફઓ એમ.એમ.ભલોડીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દેવ સોલ્ટ દ્વારા પર્યાવરણ જાળવણીના સ્તુત્ય પગલાંને આવકાર આપવામાં આવ્યો હતો.

- text