માળીયા તાલુકાના ૨૦ ગામોમાં વીજચોરી ઝડપી લેવા રાજ્યભરની ટીમો ત્રાટકી

- text


મોટા દહીંસરા સબ ડિવિઝન હેઠળના ૨૦ ગામોમાંથી ૫ લાખની વીજચોરી ઝડપાઇ

મોરબી : મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં વીજચોરી થતી હોવાથી આજે રાજ્યભરની ૨૦ જેટલી ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આશરે ૫ લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં વીજચોરી થતી હોવાથી પીજીવીસીએલની રાજ્યભરની ૨૦ જેટલી ટીમો દ્વારા આજે માળીયા તાલુકાના મોટા દહીંસરા સબ ડિવિઝન હેઠળના ગ્રામ્ય વિસ્તારમાં વિજચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી અને ગેરરીતિ સબબ આશરે ૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

વધુમાં માળીયા તાલુકાના મોટા દહીંસરા સબ ડિવિઝનના નાયબ ઈજનેર ડી.આર.પરમારે જણાવ્યું હતું કે સબ ડિવિઝન હેઠળ આવતા જુદા-જુદા ૨૦ ગામોમાં ૫૦૦ જેટલા ઘરોમાં વિજચેકીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી પચાસ જેટલા ઘરોમાં વીજચોરી પકડાઈ હતી અને વીજચોરી કરવા સબબ આશરે રૂપિયા પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.

- text