મોરબીમા આયુર્વેદિક કાવાની મજા માણી ઠંડી ઉડાડતા શોખીનો

- text


દરરોજ સાંજથી મોડીરાત્રી સુધી કાવો પીવા ઉમટી પડે છે આરોગ્યની ખેવના કરતા લોકો

મોરબી : મોરબી મા ઠંડી ના મોસમમા મસાલાથી ભરપુર ‘આયુર્વેદીક કાવા’ નો અનેરો સ્વાદ માણવા મોરબીના શોખમીજાજી અને આરોગ્યની ખેવના કરતા લોકો ઉમટી પડે છે સાંજ ના પાચ વાગ્યા બાદ આયુર્વેદીક કાવાનુ વેંચાણ શરૂ કરવામા આવતુ હોવા છતા રાત્રી ના અગિયર વાગ્યા સુધીમા ૩૦ લીટર આયુર્વેદીક કાવા નુ રસપાન મોરબી વાસીઓ કરી જાય છે.

મોરબી શહેર ની પ્રજા પોતાના શોખ માટે હંમેશા ટોપ લેવલ પર રહી છે એ પછી ખાવાનો હોય કે વાહનનો કે પછી ઘર કે કપડા સસ્તુ નહી પરંતુ જામતુ હોય તે જ પસંદ કરવાની વિચારસરણી ધરાવે છે. મોરબીમા શિયાળાના મોસમમા લોકો સવારે કડવુ કડીયાતુ કે પછી સાંજનો ઘુટા નો સ્વાદ માણવાનુ ચુકતા નથી આજ રીતે મોરબીમાં હાલ આયુર્વેદીક કાવા નો રંગ નાનાં- મોટેરાઓને લાગ્યો છે.

- text

શહેરના ગાંધીચોક, રવાપર રોડ પર આવેલ ભવાની સોડા એ કાવો પીવા લોકો આવે છે ભવાની સોડાના માલિક દિપકભાઈ મંગે અને મહેશભાઈ ગજરાએ મોરબીના સ્વાદ પ્રેમી લોકો માટે માટે સાંજના પાંચ વાગ્યા બાદ આયુર્વેદીક કાવાનુ વેચાણ ચાલુ કર્યું છે આ આયુર્વેદીક કાવામા ગરમ મસાલામાં તજ, લવીંગ ,એલચી ,ફુદીનો,અને ખાસ અને મહત્વની વસ્તુ બુંદદાણા સહીત કુલ મળી ૩૦ થી વધુ જાતના ગરમ મસાલા તેમજ આયુર્વેદીક વનસ્પતીઓ તુલસીના પાન,અળસીના પાન,સાદો લીમડો અને ગરમાવો આપે ત્થા નિરોગી રાખે તેવી વનસ્પતિઓનું મિશ્રણ હોવાનુ જણાવ્યુ હતુ.

સાથો સાથ આ આયુર્વેદીક કાવાને સતત ગરમ રાખવામા આવે તો જ તે શરીર માટા લાભદાયી નિવડતો હોવાનુ જણાવ્યુ હતુ.હાલમાં દરરોજ ૩૦ લીટર જેટલો આયુર્વાદીક કાવો દુકાનદાર મહેશભાઈ દ્વારા બનાવવામા આવે છે અને આ આયુર્વેદીક કાવા થી ગેસ, કબજીયાત, શુસ્તી, અનિંદ્રા, સાંધાના રોગ અને લોહી ના શુધ્ધીકરણ સહીત પેટના રોગોમા કારગર સાબીત થતો હોવાનુ પણ આ આયુર્વેદીક કાવાનુ સેવન કરતા લોકો એ જણાવ્યુ હતુ.

જો કે આયુર્વેદીક કાવા નુ સેવન કરતા લોકોની ભીડ જોવા મળે છે જેમાં મોટા ભાગે ચાલીસથી મોટી ઉમરના લોકોની સંખ્યા વધુ હોય છે પરંતુ ઠંડી વધતા આ આયુર્વેદીક કાવા ની મજા લેવાનુ યુવાનો પણ ચુકતા ન હોવાનુ દુકાનદાર મહેશભાઈ ગજરા તથા દીપકભાઈ મંગે એ અંતમાં જણાવ્યુ હતુ.

- text