મોરબીમાં આજથી પાંચ દિવસ વિજ્ઞાન પ્રોજેકટ પ્રદર્શન

- text


મોરબી : મોરબીની વીસી ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે આજથી ૩૧ ડિસેમ્બર સુધી વિજ્ઞાન પ્રોજેકટ પ્રદર્શન યોજાશે જેમાં વિવિધ સ્કૂલોના ૧૫૦૦ જેટલા બાળકો ભાગ લેશે અને મુલાકાતીઓને વિજ્ઞાનની સમજ આપશે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકારના રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદને ૨૫ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત સાયન્સ સિટીમાં ૨૭ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન ઉજવણી કરવા આયોજન કરાયું છે જે અંતર્ગત મોરબીની વીસી ટેક્નિકલ ખાતેના લોક વિજ્ઞાન કેન્દ્રમાં પણ આ પાંચ દિવસીય વિજ્ઞાન પ્રોજેકટ પ્રદર્શન યોજાશે જેમાં ૧૫૦૦ જેટલા બાળકો ભાગ લેશે.

- text

વીસી હાઈસ્કૂલના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પાંચ દિવસ દરમિયાન સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલનાર આ પ્રદર્શનમાં બાળ વિજ્ઞાનિકો પ્રોજેકટને પોસ્ટર મારફત લોકોને વિજ્ઞાનની ક્રિયા-પ્રતિક્રિયા તથા વિજ્ઞાની અસરો વિશે સમજાવશે.

આથી લોકવિજ્ઞાન કેન્દ્ર વીસી હાઈસ્કૂલ દ્વારા તમામ શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓને આ પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.

- text