ખેવારીયા પ્રાથમિક શાળામાં ગરમ વસ્ત્રોનું વિતરણ કરતા એનઆરઆઈ

- text


મોરબી : મોરબી તાલુકાના ખેવારીયા ગામે આવેલ ખેવારીયા પ્રાથમિક શાળામાં લંડનના દાતા દ્વારા સ્વેટર તથા ગરમ ટોપીનું કરાયું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુળ ખેવારીયાના અને હાલ લંડન નિવાસી શ્રી છગનભાઇ ભરતભાઇ કવૈયા દ્વારા છેલ્લા આઠ વર્ષથી દર બે વર્ષે વિદ્યાથીને ગરમ સ્વેટર, ગરમ ટોપી તથા સ્કાફ, નોટબુક, પેનનું વિતરણ કરવામાં આવે છે. જે અન્વયે ડિસેમ્બર-૨૦૧૭ માં વિદ્યાથીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યુ હતું તથા ભાઇલાલ છગનભાઇ કવૈયા લંડન નિવાસી દ્વારા ૩૦,૦૦૦ ના ગ્રીન બોર્ડનું દાન આપવામાં આવેલ હતું બીજા દેશમાં રહીને પણ વિદ્યાથી ને મદદ રૂપ થવા બદલ શાળાના આચાર્ય શ્રી સહિતના સ્ટાફે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text