માળીયાના બગસરા ગમે દેવસોલ્ટ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

- text


ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના સહયોગથી યોજાયેલ મેડિકલ કેમ્પમાં ૨૩૨ દર્દીઓએ નિદાન કરવ્યું

માળીયા : માળીયા મિયાણાના છેવડાના ગણાતા બગસરા ગામમાં દેવ સોલ્ટ કંપની દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના સહયોગથી યોજાયેલ મેડિકલ કેમ્પમાં ૨૩૨ દર્દીઓએ પોતાનું સ્વાસ્થ્ય ચેક કરવી એ કેમ્પનો લાભ લીધો હતો.

માળીયા નજીક આવેલ દેવ સોલ્ટ કંપની દ્વારા સેવા પરમો ધર્મના સૂત્ર સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવર છે જેના ભાગ રૂપે માળીયાના છેવાડાના ગામ બગસરા કે જ્યાં એસટી બસ પણ આવતી નથી તેવા ગામમાં ગ્રામજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી સર્વરોગ નિદાન સારવાર કેમ્પનો લાભ આપવામાં આવતા કુલ ૨૩૨ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

- text

મુખ્યત્વે અગરિયાઓની વસ્તી ધરાવતા આ કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના પ્રમુખ જયેંદ્ર દેલવાડિયાના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું એ તકે કંપનીના જનરલ મેનેજર એ.કે.કોટેચાએ કંપનીની કામગીરીનો ચિતાર આપ્યો હતો અને દેવ સોલ્ટના અધિકારી વિવેક ધ્રૂણાએ આવેલ મહેમાનો અને ડોકટરોને આવકારી સનામન કર્યું હતું.

આ કેમ્પમાં વવાણીયા પીએચસીના ડો સોલંકી અને તેમની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો, સમગ્ર આયોજનને સફળ બનાવવાં કંપનીના રમઝાન જેડા, અભિષેક પઢારિયા, કાસમ માલાણી, તાજમહમદ મોવર, નુરાની માલાંણી અને કંપનીના ડો.દિવ્યમ ધોકીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text