રિયલ સાન્તાક્લોઝ ! મોરબીમાં ગરીબોને ગરમ વસ્ત્રો ભેટ આપી ક્રિસમસ ઉજવતા યુવાનો

પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું ઉમદા કાર્ય : પાર્ટી ના બદલે ગરીબોને મદદરૂપ થઇ કરી ક્રિસમસની ઉજવણી

મોરબી : ખ્રિસ્તી સમુદાયના તહેવાર ક્રિસમસ પર લોકો નાચગાન કરી ને કે પછી અમુક યુવાધન શરાબની પાર્ટીઓ કરી ન્યુ ઇર ઉજવતા હોય છે પરંતુ મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણીનો આનંદ માણી અનેક ગરીબ પરિવારોને હૂંફ આપવા પ્રયાસ કર્યો છે.

સામાન્ય રીતે અન્ય યુવાવર્ગથી જરા હટકે વિચારી મોરબીની પી.જી.પટેલ કોલેજના સ્ટુડન્ટ મિત્રોએ ખ્રિસ્તીઓના નાતાલ પર્વની અનોખા અંદાજમાં અને પરોપકારની ભાવનાથી ઉજવવા નક્કી કર્યું.

વિદ્યાર્થી મિત્રો દ્વારા આવી કડકડતી ઠંડીની મોસમમાં ગરીબ પરિવારોને રાહત મળે તેવા ઉમદા હેતુથી નવા ગરમ કપડાં અને નવા જેકેટ ખરીદ કરી રાત્રીના ગરીબ વિસ્તારોમાં જઈ અબાલ વૃદ્ધ સૌ કોઈ માટે રિયલ સાન્તાક્લોઝ બની ભેટ સોગાદ આપી હતી.

આમ, પી.જી.પટેલ કોલેજના સ્ટુડન્ટોએ ખરા અર્થમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરી યુવાવર્ગને પ્રેરણા પુરી પાડી છે.