વાઈબ્રન્ટ એક્સ્પો સમયે અકસ્માતના હતભાગી કર્મચારીના પરિવારજનોને સહાયના ચેક આપતું સિરામિક એસોસિએશન

- text


મૃતક બન્ને કર્મચારીના પરિવારજનોને એક- એક લાખની સહાય ચૂકવી માનવતાનો સંદેશો અપાયો

મોરબી : ગત ૧૭ નવેમ્બરના રોજ વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો દરમિયાન ધ્રાંગધ્રા નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સિરામિક કર્મચારીઓના પરિવારજનોને મોરબી સિરામિક એસોસિએશન દ્વારા એક-એક લાખના ચેક આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સિરામિક સમિટમાં આવી રહેલા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓની કારને ધ્રાંગધ્રા નજીક અકસ્માત નડતા બે યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા. આ ગોઝારી દુર્ઘટના બાદ તુરત જ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મૃતકોના પરિવારજનોને એક-એક લાખની સહાય ચૂકવવા જાહેર કર્યું હતું.

- text

જે અન્વયે સિરામીક ફેકટરી ના બે સ્ટાફ ના અકસ્માત મા મૃત્યુ પામતા તેમના પરીવાર ને વાયબરન્ટ એક્સપો દ્વારા જાહેર કરેલ ૧-૧ લાખના ચેકને મૃતકના પરીવારના આપીને અમારી ફરજ પુરી કરી હોવાનું સીરામીક એસોસિએશન દ્વારા જણાવાયુ હતું.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર એક ક્ષત્રિય અને એક ભાવલક્ષી પરીવારના હતા. જેને મોરબી સિરામિક એસોસિએશને સહાય ચૂકવી માનવતાનો ધર્મ બજાવ્યો હતો.

- text