હળવદના રેલવે સ્ટેશન નજીક જુગાર કલબ ઝડપાઇ

તીનપત્તીનો જુગાર રમતા ૮ ઝડપાયા : ૩૩૫૦૦ ની રોકડ સહિત ૪૧૫૦૦નો મુદામાલ જપ્ત

હળવદ : હળવદ પોલીસે રેલવે સ્ટેશન રોડ પર ધમધમતી જુગાર કલબ પર દરોડો પાડી જુગારનો અડ્ડો ચલાવતા ક્ષત્રિય શખ્સ સહિત આઠ જુગારીઓને રૂપિયા ૪૧૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી બનો જોશીના માર્ગ દર્શન હેઠળ દારૂ-જુગારની બદી નાબૂદ કરવા હળવદ પોલિસે પેટ્રોલિં દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ સી.એચ.શુકલને મળેલી બાતમીને આધારે રેલવે સ્ટેશન રોડ પર આવેલ જનકસિંહ ઉર્ફે રણુભા ચંદુભા ઝાલાના કબજા વાળા મકાન માં દરોડો પાડતા મકાનમાં તીનપતિનો જુગાર રમી રહેલા આઠ શખ્સો ઝડપાઇ ગયા હતા.

વધુમાં મકાનના કબ્જેદર જનકસિંહ ઉર્ફે રણુભા ઝાલા નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાનું ખુલ્યું છે અને પોલીસે ઘટના સ્થળેથી ગંજીપાના, ૩૩૫૦૦ રોકડ અને આઠેય આરોપીઓના મોબાઈલ મળી કુલ રૂ. ૪૧૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ સી.એચ.શુકલ, મહેશભાઈ બાલાસરા, અજીતસિંહ સીસોદીયા, ઈશ્વરભાઈ ક્લોતરા, હરીશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ આલ, ધ્રુવરાજસિંહ ઝાલા અને વિજયદાન ગઢવી સાહિતનાઓએ કરી હતી.