સાર્થક વિદ્યામંદિરમાં તુલસી દિવસની અનોખી ઉજવણી

- text


મોરબી : 25 ડિસેમ્બર એટલે નાતાલ આજે મોટા ભાગે નાતાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પણ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે 25 ડિસેમ્બરે તુલસી દિવસ તરીકે પણ ઉજવાય છે. ત્યારે આજે સોમવારના રોજ સાર્થક વિદ્યામંદિરમાં દ્વિતીય તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમને સોભા વધારવા માટે ખાસ પર્યાવરણ પ્રેમીઓ પધાર્યા હતા, જેમાં શાળા પરિવાર તરફથી 13 જેટલા પ્રકૃતિ પ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે સાથે મારૂતિસાહેબ, ગોરધનભાઈ કામણી તથા દિનેશભાઇ પટેલે વૃક્ષો બચાવો તથા તુલસીથી થતાં ફાયદા અંગે તમામને માહિતગાર કર્યા હતા, સાથે સાથે દરેકની એ પ્રકારની અપીલ હતી કે ઘર ઘર સુધી તુલસી વાવવા, ઉછેરવા અને તેમનું જતન કરવાની સોનેરી સલાહ આપી હતી, તથા 365 જેટલા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવ્યા હતા તેમની પ્રદર્શની મૂકવામાં આવી હતી અને 1051 તુલસીના રોપાઓનું વિનામુલ્યે શાળા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું તથા રોપાઓ, માટીના વાસણો, પુસ્તકો, આયુર્વેદિક દવાઓ વગેરેના વેચાણ માટેના અલગ અલગ કાઉન્ટર રાખવામા આવ્યા હતા.

- text

તુલસી દિવસની અનોખી ઉજવણી અંગે સાર્થક વિધાયલના સંચાલક કે.આર.શુકલે જણાવ્યું હતું કે આ પ્રકારનો તુલસી દિવસ દરેક શાળામાં ઉજાવવામાં આવે તે અમારો હેતુ છે. અને તુલસીના મહત્વનો સંદેશો સમાજના ઘર ઘર સુધી પહોંચે તે અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ.

- text