માળીયામાં જુગાર રમતા ચાર ઝડપાયા : ૧૦૩૬૦ની રોકડ જપ્ત

- text


માળીયા : માળીયાના રેલવે ફાટક નજીક જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી લઈ પોલીસે ૧૦૩૬૦ની રોકડ રકમ જપ્ત કરી હતી.

- text

જાણવા મળ્યા મુજબ માળીયાના રેલ્વે ફાટક નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માળિયા પોલીસે દરોડો પાડતા હબીબ દાઉદભાઈ માલાણી,અકબર જુમાભાઈ મિયાણા,કરીમ અલારખા મોવર અને બાબા કાદરભાઈ જેડા જુગાર રમતા ઝડપાઇ ગયા હતા,પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા ૧૦૩૬૦ની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text