મોરબી ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજમા સ્પોર્ટ્સ વિક ઉજવાયુ

મોરબી : શહેર ની મધ્ય મા આવેલ ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ મા પ્રતિ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સ્પોર્ટ્સ વિક નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા ઈનડોર અને આઉટડોર સહીત ની કુલ ૧૫ ગેઈમ્સ મા કોલેજ ના બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. પી.જી.ડી.સી.એ., એલ. એલ.બી., બી.એડ., બી.એ. સહીત ના એભ્યાસક્રમો ના વિદ્યાર્થીઓ એ બહોળી સંખ્યા મા ભાગ લીધેલ હતો. દરેક ગેઈમ મા પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર ને ઈનામો આપવા મા આવ્યા હતા. કુલ ૧૧૦ ઈનામો વિજેતાઓ ને એનાયત કરવા મા આવ્યા હતા.

આ તકે સંસ્થા ના ટ્રસ્ટી એન.એચ. જેઠવા સર, સુમંત ભાઈ પટેલ, પ્રિન્સીપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા, હીમાંશુ ભાઈ શેઠ, જયેશ ભાઈ મહેતા, હાર્દીક ભાઈ ઉદાણી, ભરત ભાઈ વલોણ,વિમલ ભાઈ વરસાણી સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સપ્તાહ દરમિયાન ઉજવાયેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિવમ ભાઈ જાની, ભગીરથ સિંહ ઝાલા, નિર્મિત કક્કડ , હડીયલ ભાઈ, મિતલ બેન, પ્રિયા બેન, અનિતાબેન, કૃતિ બેન, અનિતા બેન સહીત ના એ જહેમત ઉઠાવી હતી.