સલમાન ખાન સામે હળવદ વાલ્મીકી સમાજે વિરોધ નોંધાવ્યો

- text


હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત

હળવદ : દબંગ અભિનેતા તરીકે પ્રસીદ્ધ સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં એક ટીવી શોમાં વાલ્મીકી સમાજ વિરુદ્ધ કરેલી ટીપ્પણીથી સમાજમાં નારાજગી વ્યાપી ગઈ છે જેને પગલે આજે હળવદ વાલ્મીકી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
હળવદ વાલ્મીકી સમાજ દ્વારા આજે મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનમાં જણાવ્યું છે કે ભૂતકાળના એક ઈન્ટરવ્યુંમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી એ અપમાનીત શબ્દનો ઉપયોગ કરી ભારતમાં વાલ્મીકી સમાજનું અપમાન કરેલ છે. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ ભારતના સેલીબ્રીટી તરીકે ઓળખાય છે.તો આ સેલીબ્રીટીને અમારી જાતી વિષે આવા વાક્યો બોલવાનો કોઈપણ જાતનો હક કે અધિકાર નથી તેમ છતાં આ લોકોએ આવા શબ્દનો ઉપયોગ કેવી રીતે કરેલ છે. ત્યારે તેની ફિલ્મ એક થા ટાઈગરના એક ગીતના એક્શનમાં ડાયરેક્ટર સલમાન ખાનને ડાંસના સ્ટેપ શીખડાવે છે એ સ્ટેપમાં હું ભંગી જેવો લાગીશ અને આવો શબ્દ શિલ્પા શેટ્ટીએ પણ ઉપયોગ કરેલ છે. જેથી સરકાર દ્વારા આપવામાં આવેલ કાયદો સમાજની વસ્તીને એસ્ટ્રોસીટી એક્ટ કલમ મુજબ રક્ષણ આપવામાં આવેલ છે. રોષે ભરાયેલા વાલ્મીકી સમાજએ હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી દોષીત ફિલ્મસ્ટાર સામે કાયદાકીય પગલા લેવાય અને આ મામલે સમાજને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.

- text

- text