હળવદના મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરી આવેદન આપ્યુ

- text


હળવદ : સરકાર દ્વારા આગામી જાન્યુઆરી ૨૦૧૮થી મધ્યાહન ભોજન કેન્દ્ર પર શાળામાં બાળકોને દરરોજ જમવાની સાથે સવારે નાસ્તો આપવાનુ અમલ કરવામા આવતા હળવદ તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકો , રસોયા સહિત મદદનીશે હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.

રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોને સવારે નાસ્તો આપવાનો અને સવારથી બપોરના ૩ વાગ્યા સુધી સંચાલક , રસોયા , મદદનીશ ને શાળાના કેન્દ્ર પર હાજર રહેવાનુ ફરમાન કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે જેમાં ખાસ કરીને ૧000 થી ૧પ૦૦ જેટલા નજીવો પગાર ધોરણ આપવામાં આવતો હોવાથી સરકાર દ્વારા મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોનુ શોષણ કરવામાં આવતું હોવાનું આ આવેદનમાં જણાવ્યું હતું. ત્યારે હળવદ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રને સંચાલક દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરી કર્યો હતો અને પગાર વધારવા સહીતના વિવિધ પ્રશ્ન મુદ્દે આવેદનપત્ર આપ્યુ હતુ જેમા સંચાલકો, રસોયા સહિત મદદનીશ હાજર રહી મામલતદાર પી.એમ. મકવાણાને લેખીત રજુઆત કરી માંગ કરવામાં આવી હતી.

- text

 

- text