સ્પેક્ટ્રમ ૨૦૧૭ અંતર્ગત મોરબીની ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓનો ૨૩-૨૪ ડિસેમ્બરે અનોખો કાર્યક્રમ

વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓ રજૂ કરશે કલા સાયન્સ, કોયડા, મ્યુઝિક ડાન્સ અને ઘણું બધું

મોરબી : મોરબીની ન્યુ એરા સ્કૂલ દ્વારા આગામી તા.૨૩ અને ૨૪ ડિસેમ્બરના રોજ શાળાના વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો છે જેમાં બાળકો કલા, ડાન્સ, મ્યુઝિક સાયન્સ,આર્ટ એન્ડ ક્રાફટ સહિતના વિષયોને વણી લઈ સ્પેક્ટ્રમ ૨૦૧૭ કાર્યક્રમ રજુ કરશે.

ન્યુ એરા સ્કૂલ આયોજિત આ કાર્યક્રમમાં કવિ કલાપી, મહાન સાયન્ટિસ્ટ ડો.એપીજે અબ્દુલ કલામ સાહેબ, આર્યભટ્ટા, ડો.રવીન્દ્રનાથ ટાગોર સહિતના મહાનુભાવોને પેડ કરી અનોખી કલા કૃતિઓ રજૂ કરનાર છે.

આ અનોખા કાર્યક્રમમાં રેતી, અનાજથી લઈવિશાળ આકાશગંગા સુધી, વિજ્ઞાન અને કલા તમારા અને મારા આસપાસનાં રહસ્યોને ઉજાગર કરવામાં આવશે.

ઉપરાંત બાળકો દ્વારાવાર્ષિક પ્રદર્શનમાં સ્માર્ટ સિટી, વિજ્ઞાન વિશ્વ, કોયડા અને ગેમ્સ, ઉખાણાઓ, ૧૦ મિનિટમાં ભાષા શીખવી, જિનેટિક્સ, આરોગ્ય અને તબીબી વિજ્ઞાન, ફ્યુચર ટેકનોલોજી, રમુજી નિયમો, સંસદ અને કોર્ટ મૉકઅપ, કલા અને ક્રાફ્ટ, મ્યુઝિકલ બૅન્ડ, ડાન્સ પર્ફોમન્સ, રમતો, ભારતીય ડાયવર્સિટી, રમૂજી ડ્રામા સાથે હસવું, એક જાદુ શો,

તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખોરાક આનંદ પણ લેવા મળશે, અનેએક ક્રિલેન્જ લો અને જીતો સેલ્ફી કૂપન્સ જેવી સ્કીમ પણ બાળકો દ્વારા તરતી મુકાય છે. તો ન્યુ એરા સ્કૂલના આ અનોખા કાર્યક્રમમાં સહભાગી બનવા શાળા સંચાલકો દ્વારા જણાવાયું છે.