મોરબીમાં કિશોરીએ પોતાની કલાસૃષ્ટિથી અલભ્ય વસ્તુઓનું કર્યું સર્જન

- text


ચિત્રકલાના શોખને નવો આયામ આપ્યો.થ્રિડી પેપર વર્કમાં ભલભલા મોહિત થઈ જાય તેવી વસ્તુઓનું આબેહૂબ સર્જન કર્યું।

કહેવાય છે કે કલા ને ઉમર કે કોઈ જાતના બંધનો નડતા નથી.કળાએ માનવી ને ઈશ્વરે આપેલી સર્વોત્તમ બક્ષીસ છે.ઈશ્વરે માણસને આપેલી કલા સૃષ્ટિ પારખી જાય તો દુનિયાદારીને સર્જનહાર ની મનોરમ્ય દ્રષ્ટિનો પરિચય કરાવી શકે છે.મોરબી ની 13 વર્ષની કિશોરી એ માત્ર નાની ઉંમરમાં કળા ના ક્ષેત્રમાં નિપુળતા મેળવી ને સર્જનહારની કલ્પના સૃષ્ટિ ને એક નવોજ રંગ આપી રહયો છે.પોતાની કલાસુઝના જોરે થ્રિડી પેપર વર્ક કરીને એવી વસ્તુઓ નું સર્જન કર્યું જે જોઈને ભલભલા દંગ રહી જાય છે.
મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર રહેલી અને નિર્મલ વિધાલયમાં ધો 8 માં ભણતી 13 વર્ષની તરૂણી મેંદપરા યુગ્મી કિશોરભાઈ ને નાનપણથી કળા શૃષ્ટિમાં અદભુત રૂચિ છે.તે ધો.4 માં ભણતી હતી.ત્યારથી તેને ચિત્રો દોરવાનો ભારે શોખ લાગ્યો હતો.અને ચિત્રો દોરવામાં તે પારંગત થઈ હતી.કોઈ મોટા ચિત્રકારદોરે તેવા ચિત્રો કેનાલવાસ પર ઉતારીને પોતાની કળા ને ભરપૂર ખીલાવી હતી.ચિત્રકળામાં પણ તેને કંઈક નવીન પ્રકારની કળાની રચના કરવાની સતત તેના મગજમાં ધૂન ચડતી અને આ દિશામાં તેને કામ કરવાનો ખુબજ લગાઉ રહેતો.ચિત્રકળામાં આધુનિકતાનો રંગ ઉમેરીયો છે.છેલ્લા બે વર્ષથી તે પેપર ફીલિંગ કરે છે.આ પેપર ફીલિંગ એવું છે કે પ્રથમ દ્રષ્ટિ એ જોનારને પેપર પર વર્ક કરેલી વસ્તુઓ નરીઆંખે જોઈ શકે અને માણી પણ શકે છે.પપેરમાં દોરેતેવું ચિત્ર નહિ પણ વસ્તુઓ દેખાયય આને થ્રિડી પેપર વર્ક કહેવાય છે યુગ્મી એ ખુબજ ખંત પૂર્વક થ્રિડી પેપરવર્ક કર્યું તેમાં તેની કળા જોરદાર ખીલી છે પેપરવર્ક થી તેણે ગિટાર, બુલેટ બાઈક, ઢીંગલી, કુંડુ, સાયકલ જેવી વસ્તુઓનું અદભુત સર્જન કર્યું છે કોઈ બાહોશ કલાકાર આવી કૃતિ નું સર્જન એમના વર્ષના અનુભવ નિચોડ પછી કરી શકે તેવી આ કૃતિઓ માત્ર 13 વર્ષ ની વયે યુગ્મી એ કરી છે અને એ પણ વેસ્ટ કાગળો માંથી એ બેસ્ટ સર્જનાત્મક કૃતિઓ બનાવી છે ઉપરાંત ગુલ્ફીની સળીમાંથી સુંદર અને મનમોહક કુદરતી દ્રશ્યો કંડાર્યા છે. તેમજ ચિત્રકલામાં તેણે 100 થી વધુ ચિત્રો કંડાર્યા છે આમાંથી ઘણી વસ્તુઓ બનાવવામાં તેણે કલાકોનો સમય લાગે છે છતાં પણ તેણે સર્જન કરવામાં કયારેય અરુચિ થતી નથી બલ્કે ઉત્સાહ દરેક કૃતિ વખતે વધુ વધે છે.

- text

યુગ્મીએ માર્કર પેનથી કલાત્મક ચીત્ર બનાવ્યું છે.જેમાં સુક્ષમ ડિઝાઇન છે.અને પોતાના શોખને કારણે તેણે 2012માં જીલ્લા કક્ષાએ બીજો નંબર તથા ક્રિએટિવી ચિત્રો બનાવવાની સ્પર્ધામાં તેણે સમ્રગ જીલ્લામાં પ્રથમ નંબર મેળવયો હતો.અભ્યાસ બાદ ફુરસદ સમયે તે કળાના શોખને વિકસાવે છે.યુગ્મીના મમ્મી ગીતાબેન સરકારી શિક્ષિકા અને પિતા કિશોરભાઈ સરકારી કર્મચારી છે.પુત્રીની કળાસૃષ્ટિ વિકસાવામાં તેમાં માતા-પિતાએ અથાક પ્રયાશો કર્યા છે.જોકે માતા ગીતાબેન ને નાનપણથીજ ચિત્રકળામાં ભારે શોખ છે.અને યુગ્મીએ વારસામા શોખ મળ્યો હોય એવું કહી શકાય છે.યુગમી પોતાની કળા ને વિકસાવવાની સાથે અભ્યાસમાં પણ આગળ આવીને તેને આઈ.પી.એસ.બનવાની ઈચ્છા છે.

- text