માળીયા એસબીઆઇ બેંકમાં ટાબરીયો ૧ લાખ ચોરી ગયો

- text


મકાન લેવા માટે બેન્કમાંથી નાણાં ઊપાડ્યા અને ગઠિયો કળા કરી ગયો

માળીયા : માળીયા મિયાણા ની એસબીઆઇ બેંકમાંથી પૈસા ઉપાડી આધારકાર્ડનું ફોર્મ ભરવાનું પટેલ આધેડને એક લાખમાં પડ્યું હતું,

જાણવા મળ્યા મુજબ માળિયાની એસબીઆઇ બેન્કમાંથી રૂપિયા ૧ લાખ ઉપાડી મોરબી જઇ રહેલા ધનજીભાઇ ગોવિંદભાઇ પટેલ,રહે.ચાંચાવદરડા વાળા બેંકમાં આધાર કાર્ડનું ફોર્મ ભરતા હતા ત્યારે એક અજાણ્યો દસ બાર વર્ષનો છોકરો ફરીયાદીની થેલીમાંથી રૂપીયા એક લાખ રૂપીયા રોકડાની ચોરી કરી ભાગી જતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

ઘટના અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ પી.જે.પટેલ
પો.હેડ કોન્સબલ ચલાવી રહ્યા છે.

 

- text