વિજ્ઞાન તો સાવ સહેલું ! મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં બાળકોને વિજ્ઞાન શીખવવા નવતર પ્રયોગ

- text


વિજ્ઞાન શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ ને તમામ પાઠ પ્રયોગ કરી અને નવીન રીતે શિખવાડવાની રીત અપનાવતા વાલીઓમા હકારાત્મક પ્રતિભાવ

મોરબી : સામાન્ય રીતે બાળકો વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને અઘરા ગણી દૂર ભાગવાની કોશિષ કરતા હોય છે પરંતુ મોરબીના એક શિક્ષકે બાળકોને પ્રયોગાત્મક શિક્ષણ આપવાનું શરૂ કરતાં બાળકો વિજ્ઞાન તો સાવ સહેલું અને મજા પડે તેવું કહી હોંશભેર વિજ્ઞાનના અઘરા પાઠનું અધ્યયન કરી રહ્યા છે.

મોરબીના પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ નીલકંઠ વિધાલયમાં વિજ્ઞાનના શિક્ષક પ્રયાગ કાંજીયા દ્વારા વિજ્ઞાન વિષયને અનોખી રીતે ભણાવવામાં આવે છે. આ શિક્ષક દરેક ટોપિક પ્રયોગ દ્વારા શીખડાવે છે. જેવી કે તેઓ 1. સૂર્યમંડળ  કઠોળ ,સ્ટોન,ટીકી,વગેરેના ઉપયોગથી ડ્રોઇંગશીટમાં દોરાવે છે 2 . મૂળ,થડ,ફૂલ, પર્ણ વગેરેના પ્રયોગો પ્રત્યક્ષ દેખાડીને કરાવે છે. 3 . જુદા જુદા કોષો પ્રત્યેષ દેખાડે છે. 4. ચુંબકના પ્રયોગો લાઇવ કરાવે છે.5. વિદ્યુત ને લગતી તમામ પ્રવુતિ કરાવે છે. 5. ચેપ્ટરને લગતી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતો કરાવે છે. આવી તો અનેક પ્રવૃતિઓ તેઓ કરાવે છે. જાણે કે પ્રવુતિનું ઘર જ કહી શકાય.

- text

એટલું જ નહિ સાથે-સાથે ભવિષ્યમાં બાળક પોતાની જાતે પગભર થઈ શકે તે હેતુથી તથા તેની અંદર રહેલી શક્તિ બહાર આવે અને બાળકો પોતે  કઇક કર્યાનો આનંદ અનુભવેએ માટે તેઓ અન્ય એકટીવીટી જેવી કે ફ્યુઝ બાંધતા શીખવો, પક્ષીઓના માળા બનાવતા શીખવા, વિજ્ઞાનના જુદા જુદા મોડેલ બનાવવા, માટી ચિત્રો,સ્પ્રે પેઇન્ટિંગ, રૂમ ચિત્રો, કઠોળ ચિત્રો, વેસ્ટ માંથી બેસ્ટ , થાળી ડેકોરેશન, લોટ માંથી પક્ષીઓ અને પ્રાણીઓ ના ચિત્રો આવી તો અનેકાનેક પ્રવૃત્તિ વિજ્ઞાનના શિક્ષક એવા પ્રયાગભાઈ કાંજીયા  કરાવે છે.

વધુમાં તેઓ જણાવે છે કે આ પ્રકારની પ્રવૃતિમાં બાળકો ઉત્સાહ પૂર્વક ભાગ લે છે અને પોતાની જાતે જ જુદા જુદા આઈડિયાથી તેઓ કઇક કઇક નવું-નવું કરે છે અને પોતાની અંદર રહેલી શક્તિનો પરિચય દુનિયા સમક્ષ કરાવે છે.

આ પ્રકારના શિક્ષણકાર્યથી આનંદિત થઈ શ્રી નીલકંઠ વિધાયલયના ટ્રસ્ટીઓ દ્વારા પ્રયાગભાઈ કાંજીયાને અભિનંદન પાઠવે છે તથા બાળકોના સારા ફ્યુચરના આશિષ અર્પે છે અને વિજ્ઞાન શિક્ષકની આ નવીન અભિગમ વાળી શિક્ષણ પદ્ધતિથી વાલીઓનો પણ હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે.

- text