મોરબી જિલ્લામાં ચૂંટણી લડનાર ૨૬ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ

- text


ત્રણ બેઠકોમાં ભાજપના હારેલા ઉમેદવારો સિવાય તમામ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી

મોરબી : સોમવારે હાથ ધરવામાં આવલ વિધાનસભા ચૂંટણીની મતગણતરી બાદ મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ચૂંટણી લડી રહેલા ૩૨ પૈકી ભાજપના હારેલા ઉમેદવારોને બાદ કરતાં પક્ષ-અપક્ષ મળી ૨૬ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવી પડી છે.

મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ નિયમ મુજબ ચૂંટણી લડતા ઉમેદવાર કુલ મતદાનમાંથી નોટાના મતની સંખ્યા બાદ કરી છઠ્ઠા ભાગના મત મેળવે તો જ ઉમેદવારીપત્ર સાથે ભરેલી ડિપોઝિટ પરત મેળવી શકે છે તે જોતા આવા ઉમેદવારોને કુલ મતદાનના ૧૬.૬૬% મત મેળવવાં પડે, પરંતુ મોરબીની ત્રણેય બેઠકોમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સિવાય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર ૧૬.૬૬ % મત મેળવી ન શકતા ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાની વાંકાનેર બેઠકમાં અપક્ષ ઉમેદવાર ગોરધનભાઇ સરવૈયા ૨૫૦૦૦ થી વધુ મત મેળવી ગયા હોવા છતાં નિયમ મુજબ તેઓ પણ ડિપોઝિટ બચાવી શક્યા નથી.

- text

વધુમાં મોરબી બેઠકમાં હિન્દુસ્તાન કોંગ્રેસના ધર્મેન્દ્ર ગઢિયા, શિવસેનાના દિપક ગોગરા, અપક્ષ અરવિંદ કાવર, અરજણ રાઠોડ, વિવેક મીરાણી સાહિતનાઓએ ડિપોઝીટ ગુમાવી છે.તો ટંકારા બેઠકમાં બસપાના વેલજી શેખવા, રીપબ્લિકન પાર્ટીના નિર્મળાબેન પરમાર, હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના નરેન્દ્ર બાવરવા, કેશરબેન વણોલ, સતુભા જાડેજા સહિતના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે.

જ્યારે વાંકાનેર બેઠકમાં તો ૨૫ હજારથી વધુ મત મેળવનાર ગોરધનભાઇ સરવૈયા, ઉસમાન ગની શેરસિયા, હુસેનભાઈ શેરસિયા, બલવંત સિંધવ સહિતના તમામ ઉમેડવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે.

આમ, મોરબી જિલ્લામાં ભાજપના હારેલા ઉમેદવારો સિવાય ચૂંટણી લડનાર એક પણ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચી શકે તેટલા મત પણ મેળવી શક્યા નથી.

- text