મોરબી : GST Account Assistant કોર્ષના તાલીમ વર્ગમાં જોડાવા માગતા ઉમેદવારો જોગ

- text


મોરબી : ઔધોગિક તાલીમ સંસ્થા તથા કોમર્શિયલ ટેક્ષ ખાતાના સંયુકત ઉપક્રમે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (GST) અંગે GST Account Assistant નો ૧૦૦ કલાકનો ટુકા ગાળાનો તાલીમ વર્ગ ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે શરૂ કરવામાં આવનાર છે. આ કોર્ષમાં બી.કોમ થયેલ અને ૧૮ વર્ષ કે તેથી વધુની ઉમર ધરાવતા ઉમેદવારો જોડાઇ શકશે મોરબી જિલ્લાના ઉમેદવારો માટે ફોર્મ ભરાવવા અને જરૂરી માર્ગદર્શન માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્રારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે મુજબ મોરબી જિલ્લાના તાલુકા પંચાયત કચેરી ટંકારા ખાતે તા. ૨૬-૧૨-૨૦૧૭ના, તાલુકા પંચાયત કચેરી હળવદ ખાતે તા.૨૭-૧૨-૨૦૧૭ના, તાલુકા પંચાયત કચેરી વાંકાનેર ખાતે, તા.૨૮-૧૨-૨૦૧૭ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે રોજગાર વિનિમય કચેરી મોરબીના કેરીયર કાઉસેલર ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે અને કોર્મ ભરાવવાની કામગીરી વિના મુલ્યે કરશે જેથી આ કોર્ષમાં જોડાવા ઇચ્છુક સંબંધિત તાલુકાઓના ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો , ઉમરના આધાર અને જાતિના દાખલા વગેરે સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું મોરબી અને માળીયા તાલુકાના ઉમેદવારો કચેરી સમય દરમિયાન રોજગાર વિનિમય કચેરી મોરબી ખાતે ઉપસ્થિત રહીને ફોર્મ ભરી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

- text

 

- text