મોરબી એ ડિવીઝન પોલીસે એક કલાકમાં ૩૦૦ થી વધુ વાહન ચાલકોને દંડ ફટકાર્યો

- text


ટ્રાફિક નિયમ ભંગ બદલ વાહન ચાલકો દંડાયા : 20 થી વાહનો ડિટેઇન કરાયા : 28028 રૂપીયા નો દંડ વસુલાયો

મોરબી : મોરબી પોલીસને ચૂંટણીનો થાક હજુ ઉતર્યો નથી ત્યાજ ટ્રાફિકથી ધમધમતા નહેરુગેટ,પરાબજાર સહિતના વિસ્તારમાં ઝુંબેશરૂપી કામગીરી કરી ટ્રાફિક નિયમ ભંગ કરતા ૩૦૦ વાહનચાલકોને એક જ કલાકમાં દંડી કાયદાનું ભાન કરાવતા કાયદો તોડનારાઓમાં હાહાકાર મચી ગયો હતો.

એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જે.ચૌધરીએ જુદી જુદી ટીમો બનાવી અને રૂબરૂ હાજર રહી,પીએસઆઈ એમ.વી.પટેલ ,ટ્રાફીક પીએસઆઈ દાફડા સહીતના પોલીસ જવાનો સાથે મળી શહેરના નહેરૂ ગેઈટ,શાકમાર્કેટ,પરાબજાર,ગેસ્ટહાઉસ રોડ,વીસી ફાટક જેવા ટ્રાફીકવાળા વિસ્તારો મા રૂબરૂ હાજર રહી ટ્રાફીક નુ ઉલ્લંઘન કરતા ૩૦૦ થી વધુ વાહનચાલકો સામે લાલ આંખ કરી અને દંડ ફટકાર્યો હતો.

- text

વધુમાં પોલીસ દ્વારા 20 થી વાહનો ડિટેઇન કરાયા અને 28028 રૂપીયા નો વધુનો ટ્રાફીક નિયમોનો ભંગ કરનારને દંડ ફટકારવામા આવ્યો હતો. જો કે મોટા ભાગે ચૂંટણી બાદ પોલીસ થાક ઓસરવા રજા લઈ લેતા હોય છે અથવા તો ફરવા જતા રહેતા હોય છે પરંતુ મોરબી એ ડિવીઝન પોલીસે ચીવટ પૂર્વક પાછુ કામ શરૂ કરી દીધુ છે.

એજ રીતે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એસ.એ.ગોહીલે પણ હાઈવે પર ટ્રાફીકજામ સર્જાતા મોડી સાંજે ટ્રાફીક ઝુબેશ શરૂ કરી હતી અને વાહન ચાલકોને ટ્રાફીક નિયમ ન તોડવા કડક સુચના આપી હતી.

- text