મોરબી જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ૨૧મી ડીસેમ્બરથી શુભારંભ

- text


આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ૨૪૭૭૪૯ બાળકોની આરોગ્ય તપાસણી કરાશે.
મોરબી : આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ જીલ્લા પંચાયત મોરબી દ્વારા “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” નો તારીખ ૨૧ ડિસેમ્બરથી મોરબી જીલ્લા માં મોરબીની શાંતીવન પ્રથમિક શાળાથી શુભારંભ કરવામાં આવશે.
જે અન્વયે તા ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી માં સમગ્ર જીલ્લા માં સરકારી અને પ્રાઈવેટ ની તમામ પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા, આંગણવાડી,અન્યશાળા,નાં બાળકો તેમજ શાળા એ ન જતા બાળકો મળી કુલ ૨૪૭૭૪૯ બાળકોને આરોગ્ય તપાસણી માં આવરી લેવા માટે નું આયોજન કરાયુ છે.

- text

તારીખ ૨૧/૧૨/૨૦૧૭ થી તારીખ ૨૭/૦૨/૨૦૧૮ સુધી સમગ્ર જીલ્લા માં ચાલનાર આ કાર્યક્રમ માં મોરબી જીલ્લા ની સરકારી તેમજ પ્રાઈવેટ બંને મળી ૭૨૨ પ્રાથમિકશાળાઓ, તથા ૧૮૦ માધ્યમિક શાળાઓ,૫ અન્યશાળાઓ,તેમજ ૭૭૭ આંગણવાડી કેન્દ્રો મળી કુલ ૧૬૮૪ સંસ્થાઓ માં આરોગ્ય તપાસણી કરવામાં આવશે.જેમા પ્રાથમિકશાળાઓ નાં ૧૪૨૫૯૬ બાળકો, માધ્યમિક શાળાઓ નાં ૩૯૧૬૩ બાળકો, અન્યશાળાઓ નાં ૧૪૦૮ બાળકો, આંગણવાડી કેન્દ્રો નાં ૬૪૪૧૭ બાળકો તથા શાળા એ ન જતા ૧૬૫ બાળકો મળી જીલ્લા નાં કુલ ૨૪૭૭૪૯ બાળકો ની આરોગ્ય તપાસણી કરવા માં આવશે. કુલ ૧૬૮૪ સંસ્થાઓ નાં બાળકો ને તથા શાળાએ ન જતા બાળકો ને આરોગ્ય કાર્યકર, અને તબીબ દ્વારા આરોગ્ય તપાસણી કર્યાબાદ વધુ ખામીવાળા બાળકો ને આગળની સારવાર ની જરુરીયાત જણાશે.તેવા બાળકો ને જરુરીયાત મુજબનાં નિષ્ણાંતો પાસે રીફર કરવા ની સ્યવસ્થા કરવા માં આવશે.તેમજ તમામ બળકો ની આંખ ની તપાસ કરી આંખ નાં નંબર હશે તેવા બાળકો ને વિના મુલ્યે ચશ્મા આપવામાં આવશે.
શાળા આરોગ્ય કાર્યક્રમ દર્મિયાન સ્વચ્છતા,વક્તુત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,વાનગી હરીફાઈ,બાળતંદુરસ્તી હરીફાઈ, વુક્ષારોપણ, વાલીઓની મીટીંગ,દાદા-દાદીઓ ની મિટીંગ,વગેરે જેવા કાર્યક્રમ કરી બાળકો ને પ્રોત્સાહીત કરવામાં આવશે.
આમ “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” બાળકો ની આરોગ્ય લગત ખામિઓ દુર કરી દરેક બાળક આરોગ્ય મય જીવન જીવે તેવા હેતુ નો હોય, આ કાર્યકમ જે સ્કુલ માં જે દીવસે હોય તે દીવશે શાળા નાં તમામ બાળકો સ્કુલ માં અચુક હાજર રહે અને આરોગ્ય તપાસણી કરાવે તે અંગે આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબી, નાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારીશ્રી ડો.જે.એમ.કતીરાએ બાળકોનાં વાલીઓ ને અપીલ કરી છે.

- text