મોરબી – વાંકાનેર બેઠકમાં હાર જીતથી વધુ મત નોટામાં ગયા

- text


ત્રણેય વિધાનસભા બેઠકોમાં ૩૨૬ મત રદ થયા

મોરબી : મોરબી જિલ્લાની મોરબી-માળીયા, ટંકારા-પડધરી અને વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકના ૯૧૨૪ મતદારોને ચૂંટણી લડતા ઉમેદવારો પસંદ પડ્યા ન હતા અને નોટા બટન દબાવી નારાજગી વ્યક્ત કરી હતી જો કે નોટામાં નોંધાયેલ મતથી પણ ઓછા મતથી વાંકાનેર અને મોરબી બેઠકમાં હાર જીત થઈ હતી.

સોમવારે હાથ ધરવામાં આવેલ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં મોરબી જિલ્લાના ૯૧૨૪ મતદારોને ચૂંટણી લડતા ઉમેદવારો પસંદ ન પડતા મત આપવાને બદલે નોટાનું બટન દબાવી ઉમેદવાર પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી હતી જો કે આ નોટામા વ્યર્થ ગયેલા મત મોરબી અને વાંકાનેર બેઠકમાં હારજીત થયેલા મત કરતા વધારે હતા.

- text

મોરબી જિલ્લામાં બેઠક વાઇસ નોટા મત જોઈએ તો મોરબી બેઠકમાં ૩૦૬૯, ટંકારામાં ૨૮૮૫ અને વાંકાનેર બેઠકમાં સૌથી વધુ ૩૧૭૦ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.

દરમિયાન મોરબી જિલ્લામાં મતગણતરીમાં મોરબી બેઠકમાં ૧૭૭, ટંકારા બેઠકમાં ૧૪૫ અને વાંકાનેર બેઠકમાં ૪ મત રદ થયા હતા.

- text