મોરબીમાં ૫૯૪ લોકોએ સંસ્કૃત ભાષાની પરીક્ષા આપી

- text


મોરબી : મોરબીમાં દેવભાષા સંસ્કૃત ટકી રહે તે માટે દરવર્ષે સંસ્કૃત ભરતી દ્વારા લેવાતી પરીક્ષામાં આ વર્ષે ૫૯૪ લોકોએ હોંશભેર સંસ્કૃત વિષયનો અભ્યાસ કરી પરીક્ષા આપી હતી.

દેવભાષા સંસ્કૃતનું મહત્વ ટકી રહે અને આપણી વ્યવહારની ભાષા સંસ્કૃત બને તે હેતુથી “સંસ્કૃત ભારતી” દ્વારા સંસ્કૃતગૌરવ પરિક્ષાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.જેમાં આ પરીક્ષા ધોરણ – ૫ થી ૧૨ ના કોઈ પણ શાળાના વિદ્યાર્થી કે તેમના વાલી આપી શકે છે. તેમજ સમાજના કોઈ પણ નાગરિક આપી શકે છે.

- text

આ પરીક્ષા ૪ પ્રકારની હોય છે, જેમાં (૧) प्रवेशिका  , (૨) प्रदीपिका , (૩) प्रमोदिका, (૪) प्रवाहिका
અભ્યાસ સાથે-સાથે અપાતી આ પરીક્ષામાં શનિવારના રોજ ૫૯૪ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

સાથે સાથે ૪૯ જેટલા શિક્ષકોએ પણ આજ પરીક્ષા આપી વિદ્યાર્થોઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પરીક્ષા સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિરના આચાર્યો તથા મેનેજમેન્ટ ટીમે જહેમત ઉઠાવી હતી. આ સફળ આયોજન બદલ પ્રમુખ કે.આર.શુક્લએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ વ્યવહારની ભાષા સંસ્કૃત બને તે માટે દર અઠવાડિયે શુક્રવારના રોજ સંસ્કૃત અનુરાગીઓ સાથે મળી સંસ્કૃતભાષાનું અધ્યયન કરે છે.

- text