વાંકાનેરમાંથી બિલ વગરના ચાઈનીઝ મોબાઈલ ઝડપી લેતી એસઓજી

- text


વાંકાનેર : મોરબી એસઓજી ટીમે વાંકાનેરના ગ્રીનચોકમાંથી રેઇડ કરી ચાઈનીઝ બનાવટના ફોન વેચનાર વેપારીને ઝડપી લઈ રૂ.૨૧૬૮૦ની કિંમતના ૨૬ ફોન જપ્ત કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી.સ્ટાફ વાંકાનેર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વાંકાનેર સીટી સ્ટેશન વિસ્તારમાં ગ્રીનચોક નજીક આવેલ આશીર્વાદ મોબાઇલ નામની દુકાનમાં ચેકિંગ હાથ ધરતા દુકાન માલિક રફીકભાઈ રસુલભાઈ બાદી ઉવ.૨૪ ધંધો વેપાર રહે. ગુલશનપાર્ક ચન્દ્રપુર, વાંકાનેર વાળો પોતાની કબજા ભોગવટાની દુકાનમાંથી બીલ વગરના ચાઇના બનાવટના મોબાઇલ નંગ.૨૬ કિ.રૂ.૨૧૬૮૦/- ના વેચાણ કરતા મળી આવતા શક પડતી મિલકત હોવાનુ જણાતા મોબાઇલ કબજે કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે વાંકાનેર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છેં.

- text

ચાઇના મોબાઈલ પકડવાની આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એસ.એન.સાટી, હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, પો.કો.નરેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઈ વઘાડિયા કરી હતી.

- text