હડમતિયા સરકારી પ્રાથમિક શાળામાં વ્યાયામના દાવ અને વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન

- text


હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના પરિપત્રના આધિન દર શનિવારના રોજ વિધાર્થીઅોને વ્યાયામના પાઠ પણ ભણાવવામાં આવે છે. સાથે સાથે વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

કન્યા-કુમારશાળાના આચાર્યોશ્રી મનહરભાઈ ફુલતરીયા અને નરેન્દ્રભાઈ ધાનજા જણાવે છે કે વ્યાયામ ફક્ત શારીરિક શ્રમ નહીં, ૫ણ એ મન અને શરીરનો સંયુક્ત શ્રમ છે. બન્ને ભળી જવાથી નવી સ્ફૂર્તિ, નવી પ્રેરણા, નવું બળ અને મનોબળની અભિવૃદ્ધિ થાય છે. શ્રમ એ છે જેનાથી શરીરમાં થાક અને ભારે૫ણું આવે છે, ૫રંતુ વ્યાયામ શરીરમાં સ્ફૂર્તિ, અંગોમાં વિકાસ અને સૌંદર્યં વધારવા માટે હોય છે. વ્યાયામમાં શ્રમ થાય છે ૫ણ થાક નહીં. વ્યાયામથી ઉત્સાહ ઉલ્લાસ, સ્ફૂર્તિ અને આત્મચેતનામાં વધારો થાય છે. વ્યાયામ એક જાતનો સુખદ શ્રમ છે, જેથી સંગઠન, એકતા, અનુશાસન અને બ્રહ્મચર્યની ભાવનાઓ જાગૃત થાય છે અને કામુકતાની પ્રવૃત્તિ દૂર થાય છે.
ગુરુજનો બતાવે છે કે શરીરમાં અનેક મર્મસ્થળ હોય છે, તે કોમળ હોય છે. તેથી જ એમનું મહત્વ હોય છે એવું નથી ૫રંતુ એમાં ખૂબ વિલક્ષણ શક્તિઓ સમાયેલી હોય છે. તેમનો તંદુરસ્તી અને મનોદશા ૫ર ખૂબ અનુકૂળ પ્રભાવ ૫ડે છે, પ્રકૃતિ દ્વારા ખૂબ જ સુરક્ષિત રહેવાને કારણે સામાન્ય વ્યાયામ એમને પ્રભાવિત કરી શકતો નથી. એ સ્થળોનો મહત્વપૂર્ણ વ્યાયામ આસનો દ્વારા શક્ય છે અને એ માટે અનેક આસનો શોધાયા છે. તેવુ વ્યાયામના શિક્ષક શ્રી પ્રવિણભાઈ ભાગીયા જણાવી રહ્યા છે.

- text

- text