ગતિ ઉર્જાના સિદ્ધાંત મુજબના પ્રયોગો, દાનપેટીમાં સિક્કા આપમેળે અલગ થઈ જાય તેવા પ્રોજેકટ રજૂ કરતા બાળકો

- text


મોરબીની નિર્મલ વિદ્યાલયમાં વિજ્ઞાનમેળામાં અજબ-ગજબ કૃતિઓ રજૂ કરતા બાળકો

મોરબી અપડેટ : મોરબીની નિર્મલ વિદ્યાલય ખાતે યોજાયેલ બાળ વિજ્ઞાન મેળામાં બાળકોએ અજબ-ગજબ વિજ્ઞાનના પ્રયોગો રજૂ કરી આગવી સૂઝ-બુઝ બતાવી છે,શાળાના બાળકો દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત જુદા-જુદા ૬૦ પ્રોજેકટ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા છે.

બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચી કેળવાય તેવા ઉદેશ્ય સાથે નિર્મલ વિદ્યાલય મોરબી ખાતે વિજ્ઞાનમેળાનું આયોજન કરાયું છે જેમાં ૨૦૦ વિદ્યાર્થીઓએ સાથે મળી જુદી-જુદી ૬૦ કૃતિઓ રજુ કરી હતી એ ઉપરાંત ૧૫૦ જેટલી હસ્તકળાની કૃતિઓ રજુ થઈ હતી જેમાં બાળકોએ બજારમાં મળતી મોંઘીદાટ ઇમિટેશન જવેલરીની આઇટમો પોતાની સૂઝબૂઝથી સાવ મામુલી કિંમતમાં સર્જન કર્યું હતું.

આ વિજ્ઞાન મેળામાં નિર્મલ વિદ્યાલયના ધોરણ ૮ થી ૧૦ બાળકો દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંતોને આધાર બનાવી જુદા-જુદા પ્રોજેકટ રજૂ કરાયા હતા જ્ઞાન સાથે ગમત આપતા આ પ્રોજેકટમાં ગતીના સિદ્ધાંતના પ્રયોગો તેમજ બીજા અન્ય પ્રયોગો પણ હતા.

- text

ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓએ રજુ કરેલ દાનપેટીમાં પરચુરણ આપોઆપ અલગ પાડી દેતું એટીએમ મશીન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો કારણ કે આ એટીએમમાં રૂપિયા એક, બે, કે પાંચ ના સિક્કા નાખવામાં આવે તો તે આપ મેળે જ અલગ અલગ બોક્સમાં જતા રહે છે જેથી પરચુરણ અલગ પડવાની જંજટ ભરી પ્રક્રિયામાં પડવું પડતું નથી.

નિર્મલ વિધાયલયમાં યોજાયેલ વિજ્ઞાન મેળામાં શાળાના બાળકોને વાલીઓ ઉપરાંત બહારના મુલાકાતીઓ પણ મોટી સંખ્યામાં વિજ્ઞાનમેળો નિહાળવા આવ્યા હતા અને ગઈકાલે એક જ દિવસમાં ૧૫૦૦ જેટલા મુલાકાતીઓએ વિજ્ઞાનમેળાની મુલાકાત લઈ બાળકોની પ્રવૃત્તિને બિરદાવી હતી. સમગ્ર વિજ્ઞાન મેળા અને હસ્તકલા પ્રદશનને સફળ બનાવવા નિર્મલ વિધાલયના આચાર્ય રમણીકભાઇ બરાસરા, ગિરીશભાઈ કલોલા સહિતના શિક્ષકોએ ભારે જેહમત ઉઠાવી હતી.

- text