મોરબી : ટાઇલ્સની ચોરાવ ડિઝાઇન ખરીદ-વેચાણ ન કરવા સિરામિક એસોસિએશનની અપીલ

- text


મોરબી : વાંકાનેર નજીક આવેલી એક સિરામિક ફેકટરીમાંથી કર્મચારીઓ દ્વારા ટાઇલ્સની ડિઝાઇન ચોરવાનો ઘટના બાદ સિરામિક એસોસિએશન સફાળું જાગ્યું છે કારણકે મોરબીમાં આવી ચોરાવ ડિઝાઈનનું ખરીદ-વેચાણ બે રોક ટોક થતું હોય ઉદ્યોગને થતું નુકશાન રોકવા ઉદ્યોગકારોને અપીલ કરી હતી.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો દ્વારા સતાવાર રીતે નિવેદન આપતા જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકામાં આવેલ ક્યુટોન સીરામીક ફેકટરીના માલિક જગદીશભાઈ કુંવરજીભાઇ દલસાણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તેમની ફેકટરીમાં કામ કરતા અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા કર્મચારીઓ વિરુદ્ધ કંપનીના કોમ્પ્યુટર હાર્ડડિસ્કમાંથી ટાઇલ્સની ડિઝાઇન કોપી કરી ચોરી કરવાની ફરિયાદ નોંધાવી છે.

- text

આ મામલે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.ત્યારે મોરબી ના સિરામીક ઉધોગમા અવારનવાર આવી ડીઝાઇન ચોરી તેમજ ડેટા ચોરી થતી હોય છે અને જે તે કારખાનેદારની જે પ્રોપર્ટી છે તેને ચોરી કરીને કેટલાક તત્વો ખુલ્લેઆમ વેચતા હોય છે.

આ સંજોગોમાં મોરબીના દરેક ઉધોગકાર તેમજ ડીઝાઇનરો ને આ બાબતને ગંભીરતાથી લઇ અને આવી કોઇ ડીઝાઇન લેવી કે વહેંચવી ના જોઇએ તેવી સલાહ અને અપીલ મોરબી સિરામીક એશોસીએસન દ્વારા કરવામાં આવી છે.

- text