હળવદના રાતાભેર ગામે યુવાનનું શંકાસ્પદ હાલતમાં મોત

- text


ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનોની માંગ : ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા

હળવદ અપડેટ : હળવદ તાલુકાના રાતાભેર ગામે યુવાનનું શંકાસ્પદ હાલતમાં મોત થતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં 8 અજાણ્યા શખ્સો દ્વારા બોલેરો ગાડી સાથે પીછો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યાંનું ફરિયાદીએ જણાવ્યું હતું.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે સાંજે ચાર વાગ્યાના અરસામાં પ્રવિણભાઈ જોધાભાઈ ભરવાડ (ઉ.30,રહે.રાતાભેર) મોટર સાઈકલ ઉપર જઈ રહ્યા તે દરમિયાન આઠ જેટલા અજાણ્યા શખ્સો પાછળથી આવીને હુમલો કરી માથાના ભાગે ઈજાઓ પહોંચાડતા પ્રવિણભાઈ ભરવાડનું મોત થયાનું અરજણભાઈ તેજાભાઈ ભરવાડએ ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું. જોકે બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને લાશને પેનલ પીએમ માટે રાજકોટ મોકલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાના પગલે અગાઉ દુધ મંડળી તેમજ ડેરી ફાર્મ પર ફૂડ એન્ડ ડ્રગ ટીમની રેડ પડી હતી જેના અનુસંધાને કોઈ કારણોસર ઝઘડાનું સ્વરૂપ થઈ હોવાનું તેમજ રાજકીય અદાવતમાં પણ મોત નિપજાવાઈ હોય તેવી શંકા પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text

- text