મોરબી તાલુકા પોલીસ મથકના લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલાયો

- text


એલસીબીએ બે આરોપીને ઝડપી લીધા

મોરબી : મોરબી એલસીબીએ તાલુકા પોલીસ મથકના લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી બે આરોપીઓને ઝડપી લીધા છે.

મોરબી એલ.સી.બી ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબીના લાલપર ગામ પાસેથી રજુ બીરુભાઈ તિરંગીલાલ દહીકાર (ઉ.૨૧)રહે-કમરુદીનપુર,ઉતરપ્રદેશ અને બમબમ કુમાર બનારસી ચૌધરી (ઉ.૩૨) રહે-સોનેક્ષગોલ્ડ સિરામિક તથા મૂળ-બિહારવાળાને મોરબી તાલુકા પોલીસ મથકના લૂટના ગુનામાં પકડી લઈ આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ-૨ કીમત ૨૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

- text

- text