મોરબી : દેવ અપહરણ કેસમાં ત્રીજો આરોપી સાત દિવસના રિમાન્ડ ઉપર

- text


આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે આદિત્ય સ્વામિનારાયણને કોર્ટમાં રજૂ કરાતા સાત દિવસના રિમાન્ડ મંજુર

મોરબી : મોરબીના ચકચારી દેવ અપહરણ કેસમાં બે આરોપી ઝડપાઇ ગયા બાદ ગઈકાલે એલસીબીની ટીમે આ અપહરણકાંડમાં સંડોવાયેલ હિન્દુસ્તાન સિક્યુરિટી એજન્સીના ગાર્ડને લીલાપર રોડ હોથીપીરની જગ્યા નજીકથી દબોચી લઈ એ ડિવિઝન પોલીસને સોંપતા પોલીસે અદાલત સમક્ષ રજૂ કરતા સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે.

જાણવા મળ્યા મુજબ ખંડણીના ઇરાદે મોરબીમાં છ શખ્સોએ માસુમ બાળક દેવનું અપહરણ કર્યું હતું આ કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા બાદ ગઈકાલે એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસની ટીમે લીલાપર રોડ પર આવેલ હોથીપીરની જગ્યા નજીક છાપો મારી આ ગુન્હાના ત્રીજા આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે આદિત્ય સ્વામિનારાયણ જગદીશભાઈ ચરોતરા ઉ.૨૨, રે.બોટાદ, હાલ હિન્દુસ્તાન સિક્યોરિટી ઓફીસ મહેન્દ્રનગર વાળાને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

- text

દરમિયાન દેવ અપહરણ કેસમાં આજે તપાસનીશ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી આદિત્ય સ્વામિનારાયણ ઉર્ફે જીગાને નામદાર અદાલત સમક્ષ રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા અદાલતે આરોપી જીગાને સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.

 

- text