માથક ગામ આજે વિશ્વ લેવલે ચમકયું છે : ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ રાવલ

આફ્રિકાથી માદરે વતન આવેલા ઉદ્યોગપતિને મળવા હળવદ પંથકના લોકો ઉમટી પડ્યા : નરેન્દ્રભાઈ રાવલનું ગામલોકો દ્વારા કરાયું ઉમળકાભેર સ્વાગત

હળવદ અપડેટ : હળવદ તાલુકાના નાના એવા માથક ગામે આફ્રિકાના ઉદ્યોગપતિ અને દેવકી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન પોતાના પરિવાર સાથે 12 વર્ષ બાદ માદરે વતન આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા નરેન્દ્રભાઈ રાવલનું ભવ્ય સ્વાગત સાથે સત્કાર સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આફ્રિકાના જાણીતા ઉદ્યોગપતિ અને દેવકી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન નરેન્દ્રભાઈ રમેશભાઈ રાવલ હળવદના માથક ગામે આવી પહોંચતા ઢોલનગારા સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને નરેન્દ્રભાઈ રાવલને નાની બાળાઓ દ્વારા કંકુ તિલક કરી વધામણા કરાયા હતા.જયાં સમગ્ર પંથકના લોકો આ અભિવાદનને નિહાળવા ઉમટી પડયા હતા.
આ તકે આફ્રિકાના ઉદ્યોગપતિ અને દેવકી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન નરેન્દ્રભાઈ રાવલએ પોતાના બાળપણના સ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે હળવદના ખોબા જેટલા ગામમાંથી સામાન્ય વ્યક્તિ પણ મોટો ઉદ્યોગપતિ બની ગયો છે તો એ ૠણી છે માથક ગામનો. અને આ ૠણ ચુકવવા માટે હું મારા એવા માથક ગામે લાંબા સમય બાદ મારા પરિવારજનો સાથે અહી હું આવ્યો છું તે માથક ગામનો સ્નેહ મને અહીં ખેંચી લાવ્યો છે તેવું ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ રાવલએ જણાવ્યું હતું. આ અંગે વધુમાં ઉમેર્યું હતું કે, મને ગર્વ છે કે હું એક ભારતીય નાગરીક છું કારણકે વિદેશની ધરતી પર ભારતીય લોકોનું સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડંકો વગોળ્યો છે તો સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે મુલાકાત કરી ચુકેલા નરેન્દ્રભાઈ રાવલએ માથક ગામના લોકોને આફ્રિકામાં રોજગારી અપાવવા નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ રાવલનું અભિવાદન કરવા હળવદના માથક, કડીયાણા સહિતના આજુબાજુના ગામલોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ વેળાએ માથક ગામના લોકો દ્વારા નરેન્દ્રભાઈ રાવલની શુભેચ્છા મુલાકાત ગણાવી આવકાર સાથે હ્રદયપૂર્વકના ભાવ પ્રગટ કર્યા હતા તેમજ આ અભિવાદન કાર્યક્રમમાં સૌ ગ્રામજનો સાથે નરેન્દ્રભાઈ રાવલએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન માથકના સરપંચ વાઘજીભાઈ મનુભાઈ, દાજીભાઈ દલુમાઈ ગોહિલ, જીતુ ભોરણીયા, રોહિતભાઈ પરમાર, રાજુભા ટાંક, ભાવુભા ગોહિલ, માધાભાઈ અમરાભાઈ ભરવાડ, સતાહિંદુભાઈ સરૈયા, નાગજીભાઈ માત્રાભાઈ ડાંગર, ખુમાનભાઈ ચાંચુ વગેરેએ જહેમત ઉઠાવી હતી.