વાંકાનેરના સિંધવાદરમાં કૂવામાં પડી જતા યુવતીનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે કુવામાંથી પાણી ભરી રહેલ યુવતીનું અકસ્માતે કૂવામાં પડી જતા મોત નીપજ્યું હતું.

- text

વાંકાનેર તાલૂકા પોલિસ મથકના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે તાલુકાના સિંધાવદર ગામે તેજુબેન ગોપાલભાઈ ભરવાડ પોતાની વાડીની બાજુ માં આવેલ કૂવામાંથી પાણી ભરવા ગઈ ત્યારે અકસ્માતે કૂવામાં પડી જતા મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધ્યો છે જમાદાર ફિરોજખાન પઠાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text