માળીયા તાલુકાના કાજરડા બાદ ખિરઈ ગામના સરપંચ તલાટી વિરુદ્ધ ફોજદારી

- text


રૂપિયા ૪.૬૩ લાખના સરકારી નાણાંની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

માળીયા અપડેટ : માળિયા તાલુકાના કાજરડા ગામના સરપંચ તલાટી વિરુદ્ધ ફરિયાદ બાદ ખીરઈ ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા નાણાપંચની રૂ. ૪.૬૩ લાખની ગ્રાન્ટ વાપરી નખાતાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઇ ચાવડાએ
ખીરઈ ગામના તલાટી કમ મંત્રી એ.ડી.ફોક અને પૂર્વ સરપંચ સવિતાબેન વિનોદભાઈ ચાવડાએ વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો કરવાને બદલે રૂ. ૪.૬૩ લાખ રૂપિયા વાપરી નાખ્યા હોય તે નાણા ક્યાં વાપર્યા અને તેના હિસાબો કે વાઉચર બનાવ્યા ન હોવાથી રૂ. ૪.૬૩ લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોય ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

વધુમાં માળીયાના તાલુકા વિકાસ અધિકારી શૈલેશભાઈ ચાવડાએ આ  નાણાની ઉચાપત અંગે ફરિયાદ નોંધાવતા માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text