ટંકારા નજીક બે અકસ્માતમાં ત્રણના મોત

- text


શનિવારે રાત્રે અને રવિવારે બે જુદા-જુદા અકસ્માતમાં ત્રણ જિંદગી હોમાઈ

ટંકારા : ટંકારા નજીક રવિવારે જાણે યમરાજે પડાવ નાખ્યો હોય એમ અકસ્માતની જુદી-જુદી બે ઘટનામાં ત્રણના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
જાણવા મળ્યા મુજબ શનિવારે મધ્યરાત્રીએ ટંકારની લતીપર ચોકડી નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રક નમ્બર જી.જે.૧૦ એક્સ ૮૦૮૫ના ચાલકે ત્યાંથી પસાર થઈ રહેલા રજનીકાંત પટેલને હડફેટે લેતા ૧૦૮માં સારવારમાં ખસેડેલ હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.

- text

જ્યારે અકસ્માતની બીજી ઘટના માં રવિવારે સાંજે મિતાણા નજીક મોરબીથી રાજકોટ તરફથી આવતી સ્વીફ્ટ કાર નંબર જી.જે.૩૬ બી- ૦૮૨૩ ના ચાલકે મોટરસાયકલ નમ્બર જી.જે.૩ ડી.કયું ૭૯૫૧ ના ચાલક સંજયભાઈ અને તેમના પત્ની રંજનબેનને અડફેટે લેતા બને રોડ પર ફંગોળાઈ ગયા હતા અને મોત નીપજ્યું હતું. બને ઘટના અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

- text