મોરબી : ઓમશાંતિ સ્કૂલના પ્રમુખના જન્મદિવસે ગરીબ બાળકો માટે અનેક વિધ પ્રકલ્પ

- text


તારાપુર ચોકડી પાસે ૫૦ લાખના ખર્ચે ગરીબ બાળકો માટે શાળા સંકુલ : મોરબીના ઝૂંપડપત્તિના બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ

મોરબી : મોરબીની પ્રસિદ્ધ ઓમ શાંતિ સ્કૂલના પ્રમુખ ટી.ડી.પટેલે આજે તેમના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી મોરબીના ઝૂંપડપટ્ટીના બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ શરૂ કરવાની સાથે તારાપુર ચોકડી નજીક ગરીબ બાળકોના શિક્ષણ માટે રૂપિયા ૫૦ લાખના ખર્ચે શાળા નિર્માણ કરવા સહિતના પ્રકલ્પ જાહેર કર્યા હતા.

મોરબીમાં છેલ્લા ૨૪ વર્ષથી કેળવણી ક્ષેત્રે કાર્યરત ઓમશાન્તિ વિદ્યાલયના પ્રમુખ ટી.ડી.પટેલનો આજે જન્મદિવસ હોય તેમને જન્મદિવસની અનોખી ઉજવણી કરવા સમાજ ઉપયોગી જુદાજુદા ૧૦ પ્રોજેકટ માત્ર મોરબી નહિ અન્ય વિસ્તાર માટે જાહેર કર્યા હતા.

- text

જન્મદિવસે સમાજને ઉપયોગી થવા તેમને મોરબીમાં ઝૂંપડપટ્ટીના બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ, આર્થિક પછાત વર્ગના હોશિયાર બાળકો માટે ૫૦% ફી માફી, ઘર બાર વગરના લોકો માટે મોરબીમાં બે રેઇન બસેરા બાંધવા, અનાથ બાળકો માટે વિકાસ વિદ્યાલયમાં સુવિધા ઉભી કરવી, આઈએએસ-આઇપીએસ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફ્રી તાલીમ, વધુ એક દીકરીને દત્તક લેવી, શાળાના શ્રેષ્ઠ શિક્ષકો અને તમામ પ્યુનને રોકડ પુરસ્કાર, કુપોષિત ૪૦૦ જેટલા બાળકો માટે આયુર્વેદિક દવા અને ખોરાક આપવા સંકલ્પ કર્યો હતો.

આ ઉપરાંત પછાત ગણાતા તારાપુર ચોકડી પાસે આવેલા ઈન્દ્રાણજ ગામમાં ગરીબ બાળકો માટે પચાસ લાખના ખર્ચે શાળાનું બિલ્ડીંગ બાંધવા નિર્ણય કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

- text