મોરબી સીરામિક એસો.ને પોલીસને અભિનંદન પાઠવી અપરણકર્તાને કડક સજા કરવાની માંગ કરી

ચોમેરથી પોલીસની કામગીરીની સરાહના સાથે આરોપીઓને કડક સજાની પણ માંગણી

મોરબી : મોરબીના રવાપર રોડ વિસ્તારમાં આવેલી જનતા સોસાયટીમાં આજે વહેલી સવારે સીરામીક ઉદ્યોગકાર જીગનેશભાઈ પાડલિયાના પુત્ર દેવનું તેના જ ઘર પાસેથી બાઇકમાં આવેલા બે શખ્સોએ દિલધડલ અપહરણ કર્યા બાદ ઉદ્યોગપતિના પરિવાર અને પોલીસની સતર્કતાથી ઘટનાની ગણતરીની મિનિટોમાં રફાળેશ્વર નજીકથી અહરણકારો ઝડપાઇ ગયા હતા. અને અપહૃત દેવનો સલામત છુટકારો થયો હતો. પોલીસની સતર્કતાની અને કામગીરીની ચોમેરેથી સરાહના થઈ રહી છે.

ત્યારે મોરબી સીરામીક એસો. દ્વારા પોલીસની કામગીરીને બિરદાવામાં આવી છે. એસો.ના પ્રમુખ કે.જી.કુંડરિયા, નિલેશ જેતપરિયા અને પ્રફુલ દેત્રોજા તથા કિરીટભાઇ પટેલે લેખિતમાં મોરબી જિલ્લા પોલીસને અભિનંદ પાઠવ્યા હતા. તેમેજ સાથે આરોપીઓને કડક સજાની પણ માંગણી કરી હતી. અને આવા બનાવો ભવિષ્યમાં ના બને તે માટે પોલીસને યોગ્ય અને કડક કાર્યવાહી કરવાં વિનંતી કરાઈ છે. આ સાથે અપહરણની આ ઘટનામાં પોલીસ ઉપરાંત મીડિયા, રાજીકીય આગેવાનો અને ઉદ્યોગકારોની ભૂમિકાને પણ મોરબી સીરામીક અસો.ને બિરદાવી હતી.