ટંકારા-પડધરી મતવિસ્તારમાં કોંગ્રેસના કાંગરા ખેરવતા ભાજપના રાઘવજીભાઈ ગડારા

- text


ગામે-ગામથી પાટીદાર સહિતના તમામ સમાજ તરફથી રાઘવજીભાઈનું કરાતું ઉમળકાભેર સ્વાગત : નાની વાવડી, પંચાસર, બગથળા અને ખાખરાળામાં ઉત્સવ જેવા માહોલમાં રાઘવજીભાઈની જનસંપર્ક યાત્રા : વાવડી-પંચાસર ગામમાં રાઘવજીભાઈ ગડારાનું જનસંપર્કમાં જોરદાર સ્વાગત : ૩૦૦ યુવાનોએ સ્કૂટર રેલી યોજી હર્ષથી વધાવ્યા

ટંકારા : આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી પૂર્વે જ પડધરી ટંકારા વિધાનસભા બેઠક ઉપર કેસરિયો માહોલ છવાયો છે, ગામે-ગામ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના લોકલાડીલા ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે એ જોતાં તેમનો ઝળહળતો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.

૬૬ પડધરી-ટંકારા મતવિસ્તારમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે.ગામે-ગામ ચૂંટણી પ્રચરમાં લોકોની વચ્ચે જી રહેલા ભાજપના લોક લાડીલા ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાનું લોકો ઉષ્માપૂર્વક ખરા દિલથી સ્વાગત કરી રહ્યા છે અને ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે લોકો આદરપૂર્વક આવકારી ભાજપને વિજય બનાવવા સ્વયંભૂ કેસરિયો માહોલ બનાવી રહ્યા છે.

છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પક્ષમાં સક્રિય રીતે યોગદાન આપનાર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાને ચૂંટણી પહેલા જ મળી રહેલા પ્રચંડ જન સમર્થનને કારણે ચૂંટણી પ્રચરમાં જ ગામે-ગામ વિજ્યોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ટંકારા-પડધરી વિધાનસભા મતવિસ્તારના પ્રજ્જનોને રાઘવજીભાઈ ગડારાએ સંદેશો આપતા જણાવ્યું હતું કે આજ દિન સુધી હું ચૂંટણી લડ્યો નથી પરંતુ કેટલાયને ચૂંટણી લડાવી છે. સરપંચ તો ઠીક સભ્ય તરીકે પણ મેં ચૂંટણી લડી નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મારા પર મૂકેલા વિશ્વાસ અને આપ સૌના સાથ સહકારથી મને જે રીતે આવકાર મળી રહ્યો છે એ જોતાં આ ચૂંટણીમાં આપ સૌ ગુજરાતને વિકાસના માર્ગે આગળ ધપાવવા મને જીત અપાવી ભાજપને વિજયી બનાવશો એમાં કોઈ શંકાને સ્થાન નથી.

વધુમાં રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે પડધરી ટંકારા મત વિસ્તારમાં પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, આહીર સમાજ, રબારી સમાજ, માલધારી સમાજ, લોહાણા સમાજ, જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ, દલિત સમાજ,દલવાડી સમાજ, પ્રજાપતિ સમાજ, મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ, સુતાર-લુહાર સમાજ, ચારણ-ગઢવી સમાજ, મુસ્લિમ સમાજ, દેવીપૂજક સમાજ, સાધુ સમાજ સહિત તમામ સમાજના લોકો દ્વારા મને જે રીતે હર્ષથી વધવવામાં આવી રહ્યો છે તે જોતા આગામી ૧૮ ડિસેમ્બરે પડધરી-ટંકારા બેઠક ભાજપને સૌથી મોટી લીડ સાથે વિજયી બનાવશે તે નિશ્ચિત છે.

- text

રાઘવજીભાઈ ગડારાને પડધરી અને ટંકારા મત વિસ્તારમાં ગામડે-ગામડે મળી રહેલા પ્રચંડ જન સમર્થને કારણે કોંગ્રેસના કાંગરા મતદાન પહેલા જ ખરી પડ્યા છે, દિવસ-રાત પ્રચાર ઝુંબેશમાં વ્યસ્ત બનેલા ભારતીય જનતા પક્ષના જોરદાર પ્રચાર તન મોરચા માજ કોંગ્રેસનો પન્નો ટૂંકો પડી રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકરો શોધ્યા પણ જડતા નથી.

વધુમાં ટંકારા પડધરી મત વિસ્તારમાં દરેક ગામોમાં ભારતીય જનતા પક્ષના કાર્યકરો આયોજનબદ્ધ રીતે બુથ લેવલે કામમાં વ્યસ્ત બન્યા છે અને પડધરી, ટંકારા અને મોરબીના કાર્યલયોમાં ભાજપના સંગઠન હોદેદારોથી લઈ નાનામાં નાના કાર્યકર લોકો સુધી પહોંચી રહ્યા છે.

દરમિયાન ગઈકાલે સાંજે પડધરી ટંકારા મત વિસ્તારના લોકલાડીલા ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાના નાનીવાવડી – પંચાસર, બગાથળા, અને ખાખરાળા વિસ્તારની જનસંપર્ક યાત્રામાં ગયા હતા જ્યાં આ વિસ્તારના ૩૦૦ થઈ વધુ યુવાનો દ્વારા બાઈકરેલી યોજી અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું અને વાવડી ગામે યોજાયેલ જાહેર સભામાં હજારો લોકો સ્વયંભૂ ઉમટી પડી કેસરિયા માહોલમાં ભાજપને વિજયી બનાવવા નિશ્ચય કર્યો હતો.

બાદમાં રાત્રીના રવાપર ગામ ખાતે ભાજપના પડધરી-ટંકારા મત વિસ્તારના ઉમેદવાર રાધવજીભાઈ ગડારાના સમર્થનમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની જાહેર સભા યોજાઈ હતી જેમાં વરસાદી અને ઠંડીનો માહોલ હોવા છતાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને રૂપાલા સાહેબે આગવી છટામાં ભાષણ કરી કોંગ્રેસની ઝાટકણી કાઢી કેન્દ્ર રાજ્ય સરકારની ઉપલબ્ધીઓ ગણાવી આગામી ૯ ડિસેમ્બરે સજોડે વાજતે-ગાજતે ગીત ગાતા ગાતા વિકાસરૂપે ભાજપને મત આપી રાઘવજીભાઈને જીત અપાવવા ઉપસ્થિત જનમેદનીને અપીલ કરી હતી.

આમ, ટંકારા પડધરી વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાનું ઠેર-ઠેર ઉષ્માભર્યું અને અદકેરું સ્વાગત થતા આ બેઠક ઉપર ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના મોતિયા મરી ગયા છે અને ભાજપ છવણીમાં વિજયનો આંનદ જોવા મળી રહ્યો છે.

- text