મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ૧૩૧૩ વિવિપેટ મશીન ફાળવાયા

- text


મોરબી જિલ્લાના ૮૮૦ મતદાન મથકોમાં કુલ-૧૩૧૩ બેલેટ યુનિટ, ૧૦૩૧ કંન્ટ્રોલ યુનિટથી ચૂંટણી યોજાશે

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં આ ચૂંટણીમાં પ્રથમ વખત જ વિવિપેટ મશીનથી મતદાન થનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૮૦ મતદાન મથકો માટે ૧૩૧૩ વિવિપેટ મશીન ફાળવી દેવાયા છે.

મોરબી જિલ્લાની વિધાનસભા મતવિભાગની ત્રણ બેઠકોનું મતદાન આગામી તા ૯મી ડીસેમ્બર-૨૦૧૭ના રોજ થનાર છે. આ બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ અને નિર્ભયભર્યા વાતાવરણમાં થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજજ થયુ છે.

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આઇ.કે. પટેલે મોરબી જિલ્લા ની વિધાનસભાની ત્રણ બેઠકોની આગામી તા ૯ મી ડીસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીની વિગતો આપી જણાવ્યું હતું કે મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે દરેક મતદાન મથકમાં પુરતો પોલીસ બંદોબસ્ત તેમજ પેરામીલ્ટ્રી ફોર્સ અને એસ.આર.પી.ને તૈનાત કરી દેવામાં આવી છે.

- text

વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઇ.વી.એમ.ના બીજા રેન્ડેમાઇઝેશનની વિગતો આપી જણાવ્યુ હતું કે, ૬૫-મોરબી વિધાનસભામાં કુલ-૨૮૨ મતદાન મથકો છે. જેને ૪૨૧ ઇવીએમ(બેલેટ યુનિટ), ૩૩૦ કંન્ટ્રોલ યુનિટ અને ૪૨૧ વીવીપેટની ફાળવણી કરાઇ છે. જયારે ૬૬- ટંકારા બેઠકાના કુલ ૨૮૯ મતદાન મથકો છે. જેની સામે ૪૩૧ બેલેટ યુનિટ, ૩૩૯ કંન્ટ્રોલ યુનિટ અને ૪૩૧ વીવીપેટ તેમજ ૬૭-વાંકાનેરના કુલ ૩૦૯ મતદાન મથકો સામે ૪૬૧ બેલેટ યુનિટ, ૩૬૨ કંન્ટ્રોલ યુનિટ તથા ૪૬૧ વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. આમ જિલ્લાની આ ત્રણ બેઠકો મળી કુલ ૮૮૦ મતદાન મથકો સામે ૧૩૧૩ બેલેટ યુનિટ, ૧૦૩૧ કંન્ટ્રોલ યુનિટ અને ૧૩૧૩વીવીપેટ ની ફાળવણી કરવામાં આવી છે. તેમ તેમણે જણાવ્યું હતું.

 

- text