મોરબી જિલ્લામાં ૧૦૨ ઝોનલ ઓફીસરોને મેજીસ્ટીરિયલ પાવર્સ અપાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલ ઝોનલ ઓફિસરને એકઝયુકેટિવ મેજિસ્ટ્રેટના પાવર્સ આપવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આઇ.કે. પટેલે જિલ્લામાં કાયમી એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીઓ પ્રાપ્ય ન હોય એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી ચૂંટણી ફરજ પર નિયુકત થયેલ કુલ ૧૦૨ ઝોનલ ઓફીસર(સેકટર ઓફીસર)શ્રીઓને ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૨૧ હેઠળ મળેલ અધિકારની રૂએ સ્પેશીયલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકે પાવર્સ આપવામાં આવ્યા છે.

- text

વધુમાં કાયદાની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯, અને ૧૪૪ હેઠળના પાવર્સ તા ૦૭-૧૨-૨૦૧૭ થી ૧૦-૧૨-૨૦૧૭ સુધીના સમયગાળા માટે એનાયત કરવામાં આવેલ છે.

- text